Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગાંધીનગરમાં કોરોના વિસ્‍ફોટઃ ૧૩ મેડિકલ સ્‍ટુડન્‍ટ સહીત ૨૬ વિદ્યાર્થીઓ સંક્રમિતઃ આરોગ્‍ય તંત્ર દોડયું

 ગાંધીનગર : ગાંધીનગરમાં કોરોનાના રાફડો ફાટયો છે. ગાંધીનગરના એકસાથે ૨૬ વિદ્યાર્થીઓને કોરોના થયાના અહેવાલ સામે આવ્‍યા છે.

 ગાંધીનગરના એકસાથે ૨૬ વિદ્યાર્થીઓને કોરોના થતા આરોગ્‍ય વિભાગ દોડતુ થયુ છે. જેમાં ૧૩ મેડિકલ સ્‍ટુડન્‍ટ્‍સ છે. GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગરના ૧૩ વિદ્યાર્થીઓને કોરોના થયો છે. ખાસ વાત એ છે કે, ગાંધીનગર શહેરમાં કોરોનાના ૪૫ કેસો નોંધાયા હતા. જેમાંથી ૧૩ કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓ અમદાવાદની કોઇ પાર્ટીમાં ગયા હોવાનું જાણવા મળ્‍યુ છે. આ ઉપરાંત IIT ગાંધીનગરના પણ ૧૩ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્‍ત થયા છે. વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્‍ત થતા આરોગ્‍ય વિભાગ હરકતમાં આવ્‍યુ છે. બીજી તરફ, અમદાવાદના પヘમિ અને ઉત્તર પヘમિ વિસ્‍તારમાં વધુ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં અમદાવાદમા એક જ દિવસમાં કોરોનાના ૨૫૯ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૨૫ જેટલાં કેસ માત્ર જોધપુર વિસ્‍તારમાં નોંધાયા છે. તો શહેરના ઉત્તર પヘમિ અને પヘમિ વિસ્‍તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. થલતેજ, બોડકદેવ, જોધપુર, નારંગપુર ચાંદખેડા, શાહીબાગમા કેસ વધુ છે. અમદાવાદમાં કોરોનાના હાલ છુટાછવાયા કેસ છે

(4:20 pm IST)