Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મુંબઈની ફીનોપીલ કંપનીના હેલ્થ કેર લિમિટેડના ચેરમેન દ્વારા લોકોને નવ વર્ષમાં પૈસા ડબલ કરી આપવાનું લાખો રૂપિયાની નહીં પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સુરતમાં નોંધાયો

ઠગનાર આરોપી ઝડપાયો: રોકાણકારોના આશરે 100 કરોડથી વધુ ફસાયા

સુરત: લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખે નથી મરતા આ ઘટના સતત સામે આવતા લોકો છેતરા હતા હોય છે ત્યારે મુંબઈની ફીનોપીલ કંપનીના હેલ્થ કેર લિમિટેડના ચેરમેન દ્વારા લોકોને નવ વર્ષમાં પૈસા ડબલ કરી આપવાનું લાખો રૂપિયાની નહીં પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સુરતમાં નોંધાયો હતો. જોકે, આ મામાના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કંપનીના ચેરમેનની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંઘનીય છે કે, સુરતમાંથી આ કંપનીમાં રોકાણ કરનારાઓના અંદાજિત ₹100 કરોડથી વધુ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ ના નામે સમગ્ર ભારતમાં 67 શાખાઓ દ્વારા નવું વર્ષમાં પૈસા ડબલ કરવાનો વાયદો કરી હજારો લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા. મુંબઈની ફીનોમીનલ હેલ્થ કેર લિમિટેડના ચેરમેનની સુરત ક્રાઈમ બ્રાન્ચે લાતુર જેલમાંથી ટ્રાન્સફરના આધારે કબજો મેળવી ધરપકડ કરી આઠ નવ વર્ષમાં પૈસા ડબલ કરવાનો વાયદો કરી હજારો લોકો પાસે કરોડો રૂપિયાનો રોકાણ કરાવી તેમને નવ વર્ષ બાદ પૈસા ડબલ કરી આપવાના બદલે ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા મુંબઈની ફીનોમિનલ હેલ્થ કેર સર્વિસીસ લિમિટેડના ચેરમેન અને અન્ય સંચાલકો વિરુદ્ધ સુરતમાં તેમના એજન્ટ તરીકે કામ કરનાર જમીન દલાલ સહિત છ એજન્ટ એ મહિધરપુરા પોલીસ મથકમાં રૂપિયા 6.94 કરોડની છેતરપિંડીની ફરિયાદ ગત ૧૮ ડિસેમ્બર 2018 ના રોજ નોંધાવી હતી.
રોકાણકારોના અંદાજિત ₹100 કરોડથી વધુ ફસાયા
સુરતમાંથી આ કંપનીમાં રોકાણ કરનારાઓના અંદાજિત ₹100 કરોડથી વધુ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે આ ગુનામાં ગતરોજ કંપનીના ચેરમેન નંદલાલ કેસરસિંગ એન કે સિંહ રાજપુત ઉંમર વર્ષ 55 ની મહારાષ્ટ્રના લાતુરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી હતી ક્રાઈમ છે તેને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જોકે રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં છેતરપિંડીના ગુનામાં વધુ વિગતો સામે આવે એવી આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
કેરળ, મહારાષ્ટ્રમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
લલિત વાગડીયા (પીઆઇ ક્રાઈમ બ્રાન્ચ સુરત)ના જણાવ્યા અનુસાર, નાના માણસો પ્રીમિયમ ભરી મેમ્બર બનાવવામાં આવ્યા હતા. લોકોને પૈસા ચૂકવવાનો વારો આવતાં કંપની બંધ કરી તમામ ભાગી ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી નંદલાલ કેસરસિંગ છેલ્લા ચારેક વર્ષથી નાસતો ફરતો હતો. જે બાદ તે લાતુર જેલમાં બંધ હોવાનું જાણવા મળતાં તેની ટ્રાન્સફરના આધારે કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે. નંદલાલ સામે કેરળમાં 112 ગુના નોંધાયેલા છે, જ્યારે સુરત ઉપરાંત મહારાષ્ટ્રના પણ જુદા-ુજદા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. સુરતમાં દાખલ થયેલા કેસમાં આશરે સાત કરોડની છેતરપિંડી થયેલ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(4:43 pm IST)