Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

તાપીના વ્‍યારામાં આવેલી શૈક્ષણિક સંસ્‍થામાં ભણતા વિદ્યાર્થીએ ફરજીયાત એક વૃક્ષા વાવી જતન કરવુ, જેના પરિણામરૂપે 10 માર્ક આપવામાં આવશે.

વ્‍યારાની શાળામાં સાત હજાર વિદ્યાર્થીઓ ભણતા હોઇ દર મહિને ફોટા દ્વારા વૃક્ષનું મુલ્‍યાંકન કરાશે

તાપીઃ પ્રકૃત્તિના જતન અને સંવર્ધન માટે પર્યાવરને લીલુછમ રાખવા વ્‍યારાની શાળામાં ભણતા સાત હજાર વિદ્યાર્થીઓએ ફરજીયાત એક વૃક્ષ વાવી તેનું જતન કરવુ. વર્ષને અંતે વિદ્યાર્થીને 10 ગુણ શાળા તરફથી આપવામાં આવશે. વ્‍યારાની આ શૈક્ષણિક સંસ્‍થાની આ અનોખી પહેલ છે.

પર્યાવરણના જતન અને સંવર્ધન માટે તાપી જિલ્લાના વ્યારા સ્થિત એક શાળા સંસ્થાએ અનોખી પહેલ કરી છે. શાળા પ્રસાશન દ્વારા શાળા સંસ્થાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓને તબક્કાવાર 7 હજાર  વૃક્ષોના રોપા આપવામાં આવશે અને એટલુ જ નહિ, દર મહિને તેનું મૂલ્યાંકન પણ કરવામાં કરાશે. જેમાં ખાસ વાત એ છે કે વર્ષના અંતે વૃક્ષોના ઉછેર મુજબ વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવશે.

ગ્લોબલ વોર્મિંગની અસર સામે દરેક વ્યક્તિ લડી રહ્યો છે. આફતો સામે લડવાનો હવે સમય આવી ગયો છે. આ માટે ઝઝૂમવાને બદલે હવે પર્યાવરણનુ સંવર્ધન કરવાનો સમય આવી ગયો છે. આ માટે દરેક લોકોએ આગળ આવવાની જરૂર છે.  ઝઝુમવાને માટે સરકાર સહિત દરેક સંસ્થા આગળ આવી રહી છે, પરંતુ મોટેભાગે આવા કાર્યક્રમો ફોટા પડાવવા પૂરતા સીમિત થઈ જતા હોય છે. ચોમાસામાં મોટાપાયે વૃક્ષારોપણ થાય છે, પરંતુ આજકાલ લોકો ફોટો પાડવા અને સોશિયલ મીડિયા પર ચમકવા માટે વૃક્ષો રોપીને પછી ભૂલી જાય છે. આ માટે કોઈ નક્કર કાર્યવાહી ભાગ્યે જ જોવા મળતી હોય છે. પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે તાપી જિલ્લાની વ્યારાની એક શૈક્ષણિક સંસ્થા આગળ આવી છે. તેમની આ પહેલ અનોખી તો છે, સાથે જ દેશભરમાં અપનાવવા જેવી છે.

ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે સુરતના વ્યારા ખાતે આવેલ સંસ્થાએ પોતાની શાળાઓમાં ભણતા સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને એક એકે છોડ આપીને તેની યોગ્ય માવજત ફરજીયાત બનાવાઈ છે. તેના આધારે દર મહિને વિદ્યાર્થીઓએ ફોટા શાળામાં જમા કરાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ જમા કરાવાયેલા ફોટા દ્વારા વૃક્ષનું મૂલ્યાંકન કરાશે. અને વર્ષને અંતે પરીક્ષામાં દસ ગુણ આપવામાં આવશે.

આ નિયમ કરવાનો હેતુ એ છે કે, વિદ્યાર્થી અવસ્થામાં જ તેઓને વૃક્ષ પ્રત્યે લગાવ વધે અને આપોઆપ પર્યાવરણનું જતન થાય. જેથી મોટા થઈને વિદ્યાર્થીઓ પર્યાવરણનુ મહત્વ સમજશે. શાળાનો અન્ય હેતુ એ પણ છે કે, આ પહેલને શાળાના વિદ્યાર્થીઓએ પણ અપનાવી વૃક્ષનું જતન કરવાની ટેક લઈ આગામી દિવસોમાં આ ક્ષેત્રે કામગીરી કરશે. આ અંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ 8 હજાર ફડાવ રોપા આપી આ ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા છે.

(5:56 pm IST)