Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કનેસરાની પરિણીતા પાસે ત્રણ લાખની દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા: મકાન બનાવવા પિતા પાસેથી રૃ.ત્રણ લાખ લઈ આવવાનું દબાણ કરીને કનેસરાની પરિણીતાને તેના સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મુકી હતી.આ અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી હતી. મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામના ચમનજી દલસંગજી ઠાકોરની દિકરી રોનીકાના લગ્ન સાતેક વર્ષ અગાઉ સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામના વિરાજી મફાજી ઠાકોર સાથે થયા હતા.થોડા સમય સારી રીતે રાખ્યા બાદ તેણીને ઘરના કામકાજના મામલે શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૃ કરવામાં આવ્યું હતું.જોકે ઘરસંસાર બગડે નહીં તે માટે પરિણીતા સહન કરતી હતી. દરમિયાન તેણી અને ચાર વર્ષના દિકરાને ખેતરના ઘરમાં જુદુ આપી દઈ તેના પતિને આવવા દેતા ન હતા.જયારે ઘરને પ્લાસટર કરાવવાનું કહેતા તારા પિતાને ત્યાંથી રૃ.૩ લાખ લઈ આવ તેવું કહીને ઘરમાંથી કાઢી મુકી હતી.જેથી પિયર આવી ગયેલી પરિણીતાએ આ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા તેનું નિવેદન લીધા બાદ આખરે તેણીના પતિ સહિત ચાર સાસરીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

(6:38 pm IST)