Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વડગામ તાલુકાના પાંડવા ગામ નજીક ભારે વરસાદના કારણોસર ઝાડ રીક્ષા પર ધરાશાયી થતા ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત

વડગામ:તાલુકાના પાંડવા ગામ નજીક મંગળવાર રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકતા એક ઝાડ રોડ ઉપર ધરાશાયી થયું હતું. રોડ ઉપર પડેલ ઝાડ સાથે રીક્ષા અથડાતાં રીક્ષામાં બેઠેલ ત્રણ વ્યક્તિઓ ને ઇજાઓ થતાં સારવાર માટે વડગામ ખસેડવામાં આવ્યા હતા.

મંગળવાર રાત્રે વડગામ માં  ભારે પવન અને વીજળી ના કડાકા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. પવનના કારણે પાંડવા પાસે રોડ ઉપર એક બાવળનું ઝાડ ધરાશાયી થતાં રોડ બંધ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સક્સેના તેમજ પ્રવીણસિંહ રાણા ને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન એક ે રિક્ષા ચાલક ને ઉભા રહેવા હાથનો ઈશારો કરવા છતાં ન ઉભો રહેતા રોડ ઉપર પડેલ ઝાડ સાથે ે રીક્ષા અથડાતાં અકસ્માત સર્જાયો હતા.ે જેના કારણે રીક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતાં વડગામ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

(6:39 pm IST)