Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મહેસાણા જિલ્લાના વડનગર સહીત વડસ્મમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 9 આરોપીની ધરપકડ કરી

મહેસાણા:જિલ્લાના વડનગર અને વડસ્મામાં ચાલતી જુગારની પ્રવૃતીના સ્થળે બાતમી આધારે પોલીસે રેડ કરીને બન્ને જુગારધામ ઉપર જુગાર રમી રહેલા ૯ આરોપીઓની ધરપકડ કરી હતી.આ બન્ને જગ્યાએથી રોકડ અને ગુરા રમવાના સાહિત્ય સહિત કુલ રૃ.૨.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લાંઘણજ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે,વડસ્મામાં ખોરજ જવાના નાળીયામાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે આ સ્થળે રેડ કરતા જુગારીયામાં નાસભાગ મચી ગઈ હતી.જોકે દિનેશ ઉર્ફે મગન બળદેવજી ઠાકોર, યશ પ્રવિણભાઈ પટેલ, સેંધા ભલાભાઈ રાવળ, વિપુલ જશુજી ઠાકોર અને કનુ શકરાભાઈ રાવળ ઝડપાઈ ગયા હતા.

આ સ્થળેથી પોલીસે એક ગાડી, રોકડ અને પાંચ મોબાઈલ સહિત રૃ.૨૦૫૭૬૦ની મત્તા કબજે કરી હતી.જયારે વડનગર પોલીસની ટીમને મળેલી બાતમી આધારે શહેરના અમતોલ દરવાજા નજીક ઢાળમાં ચાલી રહેલી જુગાર રમવાના સ્થળે રેડ કરીને અહીંથી દિનમહંમદ ગુલમહંમદ મકરાણી, હસન નન્નેખાન પઠાણ, સરવર સમશેરખાન પઠાણ અને ઈબ્રાહીમ ઉસ્માનભાઈ મનસુરી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આ સ્થળેથી રોકડ અને જુગાર રમવાના સાહિત્ય સાથે રૃ.૧૦૫૫૦નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:40 pm IST)