Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સુરતના ઉઘના વિસ્તારમાં ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.10 લાખની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ઉધના અમૃતનગરમાં બે અઠવાડીયા અગાઉ તસ્કરો ધોળે દિવસે માત્ર 15 મિનિટમાં કાપડની દુકાનના એકાઉન્ટન્ટના બંધ ઘરનું તાળું તોડી સોનાના દાગીના-રોકડ મળી રૂ.1.10 લાખની મત્તાની ચોરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના અમૃતનગર શિવ દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નં.102 માં રહેતા 46 વર્ષીય તાપસભાઈ નંદલાલ કોનાર રીંગરોડ સ્થિ કોહિનૂર માર્કેટમાં કાપડની દુકાન બાહુબલી પ્રિન્સ પ્રા.લી.માં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત 24 જૂનના રોજ તે નોકરીએ ગયા હતા અને સાંજે પાંચ વાગ્યે તેમના પત્ની સુપર્ણાબેન ઘર બંધ કરી પુત્ર અર્ણવને આશાનગર ખાતે ટીચર આસ્થાબેનને ત્યાં મુકવા ગયા હતા. પંદર મિનિટ બાદ તે પરત ફર્યા અને લોખંડના દરવાજાને ખોલી અંદર બેડરૂમમાં જઈ જોયું તો કબાટ અને તેનું લોકર ખુલ્લા હતા.આથી તેમણે તરત પતિને જાણ કરતા તે દોડી આવ્યા હતા.તાપસભાઈએ તપાસ કરતા તસ્કરો લોકરમાં મુકેલા રૂ.1,07,492 ની મત્તાના સોનાના દાગીના અને રોકડા રૂ.2500 મળી કુલ રૂ.1,09,892 ની મત્તા ચોરી ગયા હતા. આ અંગે તાપસભાઈએ ગતરોજ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:42 pm IST)