Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જામકંડોરણા પાસેનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો

10થી 15 ગામોને જોડતો જામકંડોરણા પાસેની ફોફળ નદી પુલ ધરાશાયી :ધોળીધાર ગામ પાસેનો સ્ટેટ હાઇવે પરનો પુલ પણ ધરાશાઇ

અમદાવાદ : ભારે વરસાદના પગલે રાજકોટના જામકંડોરણા પાસેનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પુલ ધરાશાયી થતા 10થી 15 ગામોને જોડતો હતો. જોકે આ પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

જામકંડોરણા પાસેની ફોફળ નદી પુલ ધરાશાયી થયો હતો. જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જામકંડોરણાથી ગોંડલના અંદાજિત 10થી 15 ગામેને જોડતો પુલ ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થતા મામલતદાર તેમજ પોલીસે ઘટનાસ્થળે જઇ અવર-જવર કરનારા લોકોને રોક્યા હતા. બીજી તરફ ધોળીધાર ગામ પાસેનો સ્ટેટ હાઇવે પરનો પુલ પણ ધરાશાઇ થયો હતો. ઉપરવાસમાં લોધિકા, ગોંડલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદી ગાંડીતૂર બની હતી.

 

(9:09 pm IST)