Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરતના વેડ રોડ પર ગાર્મેન્ટની બાજુના ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરોએ 52,599ની કિંમતના મોબાઈલ એસેસરીઝ ચોરી તસ્કરો છૂમંતર......

સુરત: શહેરના વેડ રોડ પંડોળમાં આવેલા કે.જી.એન. ગારમેન્ટની બાજુના ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરો રૂા. 52,599ની કિંમતની મોબાઇલ એસેસરીઝ ચોરીને ફરાર થઇ ગયા હતા.

વેડ રોડ સ્થિત પંડોળના ગેટ નં. 2 માં બજરંગ વિડીયો નજીક કે.જી.એન ગારમેન્ટ નામની દુકાનની બાજુમાં આવેલા મોબાઇલ એસેસરીઝના ગોડાઉનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. સાંકળ સાથે મારેલું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશી ઇયર ફોન, પેન ડ્રાઇવ, બ્લુટુથ, ચાર્જર, ડેટા કેબલ, પાવર બેંક વિગેરે મળી કુલ રૂ. 52,599ની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા. 

ઘટના અંગે ગોડાઉન માલિક નિયાઝ ઉર્ફે રાજુ નશરૂદ્દીન શેખ (ઉ.વ. 26 રહે. એ/412 મન્નત એપાર્ટમેન્ટ, ભરીમાતા રોડ અને મૂળ જીજ્ઞાગામ, કસીયાહ, જિ. કુશીનગર, ઉત્તરપ્રદેશ) એ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. 

(8:55 pm IST)