Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરતની સચિન જીઆઈડીસીમાં કરિયાણાની આડમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા

સુરત:સચિન જીઆઇડીસી પાલીવાલ ચાર રસ્તા નજીક ખાતા નં. 313 ના પહેલા માળે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 6 જુગારીને રૂ. 2.76 લાખના મુદ્દામાલ અને ઉધના દરવાજા સ્થિત એક્તા ટી સેન્ટર નામની દુકાનમાં જુગાર રમતા 6 જુગારીને રૂ. 38,460ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

સચિન જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે, પાલીવાલ ચાર રસ્તા સ્થિત રોડ નં. 3 પર ખાતા નં. 313માં કરિયાણાની દુકાન ચલાવતો ધીરજ બાબુલાલ પટેલ પહેલા માળે જુગારધામ ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડા પાડી પંકજ મનસુખ દેસાઇ (રહે. શીલાલેખ રો હાઉસ, પારડી કણદે રોડ, સચિન), સુરેશ નટવરલાલ પટેલ (રહે. સાગર એપાર્ટમેન્ટ, પાંડેસરા), અલ્પેશ ચીમન પટેલ (રહે. સોનારૂપા સોસાયટી, કીમ રેલવે સ્ટેશન પાસે), ચેતન કાંતીલાલ પટેલ (રહે. શાસ્ત્રી નગર, સચિન), જીતેન્દ્ર બળવંતરાય રેશમવાલા (રહે. કાશીનગર, ઉધના) અને દિપક રામજી પટેલ (રહે. અજંટા નગર, સચિન રેલવે બ્રિજ નજીક) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 55 હજાર, મોબાઇલ ફોન 7 નંગ, એક કાર, 3 ટુ વ્હીલર વિગેરે મળી રૂ. 2.76 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ધીરજ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

(8:42 am IST)