Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જીવનદાતાના જીવ ઉપર પણ જોખમ

કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સના જીવ ઉપર જોખમમાં ગુજરાત ત્રીજા સ્થાને

કોરોના પોઝિટિવ ડોકટરો માંથી ૭૫ % ડોકટરોની ઉમર ૫૦ વર્ષથી વધુ હતી. ૩૫ થી ૪૦ વર્ષના ડોકટરો ૧૯ % અને ૩૫ થી ઓછી ઉંમરના ડોકટરો ૬ % ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા છે.

રાજકોટઃ દેશમાં કોરાની મહામારી વચ્ચે સામાન્ય જનતાનો જીવ બચાવવા માટે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સમાં ડોકટરો, પોલીસ, સફાઈ કામદાર, જીવનજરૂરીયાતની વસ્તુના દુકાનદાર ના નામ પહેલા યાદ આવે. તેવામાં દેશના મેડિકલ સ્ટાફ અને ડોકટરો કોરોના દર્દીઓના સીધા સંપર્કમાં આવતા હોવાથી તેમના ઉપર જીવનું જોખમ અનેક ગણું વધી જાય છે. જે રીતે કોરોના દર્દીઓનો મૃત્યુ અંક દિવસે ને દિવસે વધે છે તેમ ડોકટરોનો મૃત્યુ દર પણ વધી રહ્યો છે. હાલમાં કોરોનના દર્દીની સારવાર કરતા ડોકટરોનો મૃત્યુ દર ૮ થી ૧૦ %છે. કોરોનાની સારવાર દરમ્યાન ડોકટરોના મૃત્યુદર માં તામિલનાડુ સૌથી પહેલા આવે છે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને ગુજરાત ત્રીજા સ્થાને આવે છે.

કોરોનાની મહામારીમાં દર્દીની સારવાર કરતા ડોકટરોને પણ  સંક્ર્મણ થવાની શકયતા અનેક ગણી વધી જતી હોય છે તેવા માં તેમની સુરક્ષા માટે PPE કીટ સેનેટાઇઝેશનની સુવિધા જેવી અનેક સુવિધા આપવામાં આવતી હોવા છતાં તામિલનાડુમાં અત્યાર સુધીમાં ૪૩  ડોકટરોના મૃત્યુ થઇ ચુકયા  છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં ડોકટરોનો મૃત્યુ અંક ૨૩ છે જયારે ગુજરાતમાં ૨૧ ડોકટરો મૃત્યુ પામ્યા છે, કોરોના કાળમાં મૃત્યુ પામનાર ડોકટરો રજીસ્ટર્ડ પ્રેકિટશનર હતા. ઇન્ડિયન મેડિકલ એસોશિએશન ગુજરાત શાખાના પ્રેસિડન્ટ ડો. ચંદ્રેશ જરદોશ એ જણાવ્યું કે સામાન્ય લોકોની તુલનામાં ડોકટરોને કોરોના સંક્ર્મણ થયા બાદ મૃત્યુ અંક વધુ નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં  ૧૪૫૦ જેટલા ડોકટરો કોરોનાના દર્દીના ઈલાજ સમયે તેમને સંક્ર્મણ લાગ્યું હતું જેમાંથી કુલ ૧૭૬ ડોકટરોનું મૃત્યુ મૃત્યુ થયું હતું, કોરોના સંક્ર્મણ લાગવામાં મેડિકલ સ્ટુડેંટ્સ પણ વધુ છે. આ સ્ટુડેંટ્સ જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના ઈલાજમાં સેવા આપે છે.  (૪૦.૭)

 ડોકટરોને સંક્ર્મણ લાગવાની શકયતા શા માટે વધુ?

ડોકટરોને સંક્ર્મણ થવાની શકયતા વધુ એટલા માટે થઇ કે હોસ્પિટલોમાં સંક્ર્મણ થવાની શકયતા પહેલાથી જ વધુ અને એવામાં પ્રાઇવેટ પ્રેકિટસ કરતા ડોકટરોની ચેકઅપની કેબીન નાની સાઈઝની હોવાના લીધે સંક્ર્મણ થવાની શકયતા વધુ જોવા મળી રહી છે, ડોકટરો દર્દીની તાપસ સમયે અંદાજ ન મંડી શકે કયો દર્દી સંક્રમિત હશે અને કયો નહિ આથી ડોકટરોને સંક્ર્મણ લાગવાની શકયતા વધુ જોવા મળી.

(1:09 pm IST)