Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજયના ૨૨૨ તાલુકાઓમાં ઝરમરથી ૬ ઈંચ વરસાદ નવસારી ૫ ઈંચ, જલાલપોર અને મુન્દ્રા ૪ ઈંચ વરસાદ

મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા ઉકાઈ ડેમમાં ૪૦ હજાર કયુસેક પાણીની આવકઃ મધુવન ડેમની જળસપાટી વધીને ૭૩.૮૦ મીટરે પહોંચી

વાપી,૭: ઔગષ્ટ માસનું પ્રથમ સપ્તાહ પૂર્ણ થયું છે ત્યારે હવામાન માં થયેલ ફેરફાર ને પગલે હવામાન ખાતાની ભારેથી અતિ ભારેની આગાહી વચ્ચે રાજયના ૨૨૨ તાલુકાઓમાં ૧ મીથી લઇ ૧૪૧ મીમી  સુધીનો વરસાદ નોંધાયો છે.

મેઘમહેર ઉપરાંત પાડોસી રાજયોના ડેમોમાંથી પાણી છોડાતા આપણા ડેમોની જળસપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો...

નવસારી ૧૧૪ મીમી,જલાલપોર ૧૦૫ મીમી, મુન્દ્રા ૧૦૦ મીમી,માંડવી ૮૧ મીમી, ઉમરપાડા ૭૭ મીમી, મહુવા ૭૨મીમી, બારડોલી ૬૪ મીમી, ચોર્યાસી ૬૧ મીમી,અંજાર ૫૪ મીમી,ઊંઝા ૫૩ મીમી, માંડવી અને ખેરગામ ૫૩- ૫૩ મીમી, વ્યારા અને ઉમરગામ ૫૧-૫૧ મીમી, અબડાસા, તલોદ, વડોદરા, લીમખેડા અને ડોલવણ ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ઉચ્ચલ ૪૭ મીમી, પ્રાંતિજ ૪૬ મીમી,ભચાઉ ૪૪ મીમી, વાવ ૪૩ મીમી,ભિલોડા ૪૩ મીમી, સોનગઢ ૪૧ મીમી, થરાદ ૪૦ મીમી , પલસાણા ૩૯ મીમી, અમીરગઢ, માંગરોળ અને વલસાડ ૩૮-૩૮ મીમી,મહેસાણા ૩૭ મીમી, નખત્રાણઆ ૩૬ મીમી, પોસીના ૩૫ મીમી, મેઘરજ ૩૪ મીમી,  મોડાસા ૩૩ મીમી, ખેડબ્રહ્મા અને વાંસદા ૩૨- ૩૨ મીમી,ધંધુકા ૩૧ મીમી , લખપત, દાંતીવાડા,માલપુર અને સાગબારા ૩૦- ૩૦ વરસાદ નોંધાયો છે.

 તો ગાંધીધામ અને સુરત સીટી ૨૯- ૨૯ મીમી, સરસ્વતી, દાંતા, ઇડર અને ધનસુરા ૨૫- ૨૫ મીમી,ખાનપુર ૨૪ મીમી,વિસનગર,વડાલી ૨૩-૨૩ મીમી, સાવલી,ચીખલી, માતર ,ગણદેવી અને વાપી ૨૧-૨૧, સિદ્ઘપુર, વડનગર, પાદરા, દેવગઢ બારિયા અને ડેડીયાપાડા ૨૦-૨૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ સિવાય રાજય ના ૧૧૪ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૧૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધીને ૩૨૮.૬૯ ફૂટે પોહોચી છે ડેમમાં ૪૦, ૩૩૭ કયુસેક પાણીના ઇન્ફ્લો સામે ૧,૦૦૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે. તેમજ કોઝવેની જળસપાટી સવારે ૦૮ કલાકે ૫.૩૮ મીટરે પહોંચી છે.

 આ ઉપરાંત દક્ષીણ ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુવન બંધની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૩.૮૦ મીટરએ પોહોંચી છે. ડેમમાં ૮,૬૯૫ કયુસેક પાણીના ઇન્ફ્લો સામે ૯૮૮ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ લખાઈ રહ્યું છે ત્યારે કે સવારે ૯: ૩૦ કલાકે દક્ષીણ ગુજરાત પંથકના સુરત જીલ્લામાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે.

(1:11 pm IST)