Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૪૮ કલાક હળવાથી મધ્યમ તો કોઈ સ્થળોએ ભારે વરસાદની સંભાવના

રાજકોટઃ હવામાન ખાતાએ જણાવ્યું  છે કે મોનસૂન ટ્રફ દક્ષિણ ગુજરાતથી પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાયેલ છે. જે નોર્મલથી દક્ષિણ દિશામાં હોય ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત ઉપર સાયકલોનીક સરકયુલેશન પણ છવાયેલ હોય સૌરાષ્ટ્રમાં આગામી ૨૪ થી ૪૮ કલાક હળવાથી મધ્યમ તો એકાદ બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

(4:27 pm IST)