Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરતના ઉમરપાડામાં ૬ કલાકમાં ૬ ઈંચ

દક્ષીણ ગુજરાત પંથકને ધમરોળતા મેઘરાજાઃ માંગરોળ ૩.૫ ઇંચ ખાબકયો

વાપીઃ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી જાણે યથાર્થ કરતા હોઈ તેમ મેઘરાજા આજે સવારથી દક્ષીણ ગુજરાત પંથક ના કેટલાક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર સવારે ૬ વાગ્યાથી લઇ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં દક્ષીણ ગુજરાત પંથકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો ઉમરપાડા ૧૪૦ મીમી, માંગરોળ ૮૩ મીમી, ડેડીયાપાડા ૭૧ મીમી, સાગબારા ૬૨ મીમી, નેત્રંગ ૫૬ મીમી, વાલિયા ૫૧ મીમી, તિલકવાડા અને કામરેજ ૪૪-૪૪ મીમી, સુરત સીટી ૩૮ મીમી,કવાંટ ૩૬ મીમી, નાંદોદ ૩૫ મીમી, ઓલપાડ ૩૩ મીમી,ગરુડેશ્વર ૩૧ મીમી, હાંસોટ અને છોટાઉદૈપુર ૨૭-૨૭ મીમી, માંડવી ૨૩ મીમી, નસવારી ૨૨ મીમી અને પલસાણા ૨૧ મીમી વારસદા નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયના ૬૬ તાલુકાઓમાં ૧ મીમી થી ૨૦ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે ...આજે બપોરે ૧૨ કલાકે ઉકાઈ ડેમની જળસપાટી સતત વધીને ૩૨૮.૭૯ ફૂટે પોહોંચી છે.

(3:51 pm IST)