Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વડોદરામાં 222.18 કરોડના ખર્ચે બની રહેલ ઓવર બ્રિજ માટે કામગીરી શરૂ કરવામાં આવી

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી રૂપિયા 222 .18 કરોડના ખર્ચે આશરે સાડા ત્રણ કિલોમીટર લાંબો ઓવર બ્રિજ બની રહ્યો છે. બ્રિજના રેસકોર્સ આંબેડકર સર્કલ પાસે 40 મીટરના સ્પાનની કામગીરી શરૂ કરવાની હોવાથી તારીખ 8 થી અહીંથી પસાર થતા ટ્રાફિક માટે ડાઈવર્ઝન અપાયું છે

ટ્રાફિકને સર્કલથી 100 મીટર દૂર થી પસાર થવાય તે રીતે ડાયવર્ઝન અપાયું છે. અલકાપુરીથી આવતા ટ્રાફિકને સુભાનપુરા તરફ જવા માટે ચકલી સર્કલ થઈને જવાનું રહેશે, જ્યારે ચકલી સર્કલ તરફથી આવતા ટ્રાફિકને અલકાપુરી જવું હોય તો આંબેડકર સર્કલથી આગળ માનવ સર્કલ તરફ જઈને ત્યાંથી વળીને આવી શકાશે. જંકશન પર 40 મીટરના સ્પાનની કામગીરી સ્થળ પર કરાશે

(5:05 pm IST)