Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી:માત્ર ચાર વર્ષમાં મકાનોની હાલત જર્જરિત

વડોદરા:શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ગરીબ આવાસ યોજનાના મકાનો માત્ર ચાર વર્ષમાં જર્જરિત થઈ જતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ચોવીસ કલાક છતમાંથી ટપકતા પાણીના કારણે સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. દરમ્યાન ગુરુવારે સ્થાનિક રહીશોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ દર્શાવ્યો હતો.

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ જીપીએસ શાળાની સામેના ભાગમાં ગરીબ આવાસ યોજનાના મકાનો આવેલા છે. જ્યાં સર્વોદય નગરમાં 100થી વધુ મકાનો આવેલા છે. અને મોટાભાગના મકાનોમાં બારે મહિના 24 કલાક છતમાંથી પાણી ટપકી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક રહીશો પરિસ્થિતિ હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિક રહીશો અવારનવાર પાલિકાના સત્તાધીશો તેમજ નેતાઓને રજુઆત કરી થાકી ચુક્યા છે. પરંતુ તેઓની વેદના ને સમજે અને સમસ્યાનું નિરાકરણ આવે તે માટે કોઈપણ આગળ આવવા તૈયાર ના હોય તેવું જણાય રહ્યું છે

(5:07 pm IST)