Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરની મધ્યસ્થ જેલમાં બે મહિનામાં બીજા કેદીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જો કે કેદીના આપઘાત કરવાના બંન્ને કિસ્સામાં આપઘાતનું કારણ હજી પોલીસ શોધી શકી નથી

રાજકોટમાં થયેલી લૂંટમાં સામેલ આરોપી પરેશગીરી ઇશ્વરગીરી મેઘનાણી ..૩૨ને રાજકોટ કોર્ટે વર્ષ ૨૦૧૭માં ૧૨ વર્ષની કેદની સજા કરી   હતી. સજા થયા પછી પરેશગીરી રાજકોટની જેલમાં સજા કાપતો હતો. ત્યારબાદ અમદાવાદ અને  હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં તે સજા કાપી રહ્યો હતો. ત્રણ વર્ષમાં ત્રણ જેલ બદલવા પાછળ વહીવટી કારણ હોવાનું જેલ સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું છે

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર પરેશગીરી છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીની સારવાર ચાલતી હતી અને તેને અલગ રૃમમાં રાખવામાં આવ્યો હતો. બેરેક નંબર-૫માં સજા કાપતા કેદી  પરેશગીરીએ રૃમના વેન્ટીલેટરની ગ્રીલ પર ચાદરનો ગાળિયો બનાવી ફાંસો ખાઇ લીધો હતોબેરેકમાં કેદી એકલો રહેતો હોય આપવાની કોઇને જાણ થઇ હતીનાઇટ રાઉન્ડમાં નીકળેલા જેલસ્ટાફની નજર બેરેકમાં લટકતા કેદી પર પડતા જેલ અધિકારીને જાણ કરવામાં આવી હતી

(5:09 pm IST)