Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરતના પુણા વિસ્તારમાં ટાઉનશીપના ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 10 જુગારીઓની ધરપકડ કરી

સુરત: શહેર ક્રાઇમ બ્રાન્ચે ગતરાત્રે પુણાગામ અક્ષર ટાઉનશીપના એક ફ્લેટમાં મહિલા દ્વારા સંચાલીત જુઅગારધામ ઉપર છાપો મારી ત્યાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી જુગાર રમવા આવેલા 10 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ચોકબજાર પોલીસે છેલ્લા એક અઠવાડીયાથી ભરીમાતા નહેરુનગર ઝુપડપટ્ટી તાપી કિનારે ચાલતા જુગારધામમાં છાપો મારી 10 જુગારીને ઝડપી પાડી રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.41,450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે તેનો સંચાલક ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગતરાત્રે પુણાગામ અક્ષર ટાઉનશીપ ગેટ નં.1 બિલ્ડીંગ નં.એફ/32 ફ્લેટ નં.જી/1 માં રહેતા 42 વર્ષીય ક્રીષ્નાબેન ધર્મેશભાઇ પટેલને ત્યાં છાપો માર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ફ્લેટના બેડરૂમમાં જઈ જોયું તો શહેરના અલગઅલગ વિસ્તારમાંથી આવેલા દસ જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી રોકડા રૂ.75,150 અને રૂ.55,500 ની મત્તાના 11 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,30,650 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:10 pm IST)