Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરતના અલથાણમાં આઇસોલેશન વોર્ડમાં પ્રથમ લાઈબ્રેરી શરૂ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો

સુરત: શહેરના અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે શરૂ કરવામાં આવેલી અટલ કોવિડ સંવેદના સેન્ટરમાં દર્દીના માનસિક તણાવ દુર કરવા માટે લાઈબ્રેરી શરૂ કરવામા આવી છે. દેશભરના આઈસોલેસન સેન્ટરમાં પહેલી લાઈબ્રેરી શરૂ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સુરતમાં અટલ સંવેદના કોવિડ હોસ્પીટલ મજુરા મિત્ર મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. જગ્યાએ કોરોના પોઝીટીવના દર્દીઓની સારવાર સાથે તેઓનું માનસિક સ્વાસ્થ્ય પણ સારૂ રહે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવીરહ્યાં છે. કોવિડ સેન્ટરમાં દર્દીના બર્થડે સેલીબ્રેશન, રક્ષા બંધન સાથે સાથે મેન્ટલી હેલ્થ માટે પણ પ્રયાસ થઈ રહ્યાં છે

(5:10 pm IST)