Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરત:નવી સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં તસ્કરોએ વૃધ્ધાનો મોબાઈલ ચોરી કરતા ગુનો દાખલ

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલના .ટી સર્જીકલ આઇસીયુ વોર્ડમાં ત્રાટકેલા તસ્કરો વૃધ્ધનો રૂ. 12 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરીને ફરાર થઇ ગયા હતા.

કોરોનાના કહેરને પગલે રીંગરોડ મજૂરા ગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તીત કરી દેવામાં આવી છે. તેવા સંજોગોમાં ગત તા. 16 એપ્રિલના રોજ હોસ્પિટલના .ટી સર્જીકલ આઇ.સી.યુ વોર્ડમાં ઘૂસેલો ચોર વૃધ્ધ અનિલ મોરલીધર ભાવસાર (.. 61 રહે. -29 મહાદેવનગર, પરવટ ગામ) નો રૂ. 12 હજાર કિંમતનો મોબાઇલ ફોન ચોરીને ભાગી ગયો હતોખટોદરા પોલીસે ચોરને સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

(5:11 pm IST)