Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરત : સચિન-નવસારી રોડ નજીક બંધ રૂમમાં જુગાર રમતા સુરત સહીત વલસાડના 8 વેપારીઓને પોલીસે રંગે હાથે ઝડપી 1.02 લાખની મતા જપ્ત કરી

સુરત: શહેરના સચિન-નવસારી રોડ સ્થિત તુલસી હોટલના ચોથા માળે બંધ રૂમમાં જુગાર રમી રહેલા સુરત-વલસાડના 8 વેપારીને પોલીસે ઝડપી પાડી રોકડા રૂ. 1.02 લાખની મત્તા સહિત કુલ રૂ. 14.47 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સચિન પોલીસે બાતમીના આધારે સચિન-નવસારી રોડ સ્થિત કનકપુર-કનસાડ નજીકની તુલસી હોટલના ચોથા માળે રૂમ નં. 19માં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા કરિયાણાના વેપારી નરેન્દ્ર લીલાધર ભાનુશાળી (.. 49 રહે. બદેલી ગામ, જિ. વલસાડ), સંજય ચંદુલાલ કટારીયા (.. 33 રહે. ચીપવાડ, જિ. વલસાડ), મુકેશ હિંમતલાલ સુદાણી (.. 40 રહે. ઘર નં. 9 નિર્મલ રો હાઉસ, સચિન), ભરત ગોરધન ઠુમ્મર (.. 45 રહે. 504, રિધ્ધી એપાર્ટમેન્ટ, અમર સ્વપ્ન સોસાયટી, સચિન), લહેરી નયનસિંહ ભાનુશાળી (.. 42 રહે. મગોદ ગામ, જિ. વલસાડ), બાબુભાઇ ડાહ્યાભાઇ રામાણી (.. 61 રહે. 185, શીતલ નગર, કનકપુર-કનસાડ રોડ, સચિન), ગિરીશ વિઠ્ઠલ સોજીત્રા (.. 48 રહે. 33, સમર્પણ રો હાઉસ, કનકપુર-કનાસડ રોડ, સચિન) અને લેબર સ્પલાયર રાધેશ્યામ રમાશંકર ઉપાધ્યાય (.. 42 રહે. 25, માનસરોવર રેસીડન્સી, સચિન) ને ઝડપી પાડી તેમની પાસેથી અંગ જડતીના રૂ. 97,240, જુગારના દાવ પરના રૂ. 5500, મોબાઇલ 7 નંગ કિંમત રૂા. 69,500, ચાર કાર અને એક મોટરસાઇકલ મળી કુલ રૂ. 14,47,240નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હોટલના ચોથા માળે રમાય રહેલા જુગારમાં હોટલ સંચાલકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરી છે

(5:12 pm IST)