Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરતના લીંબાયતમાં બહેનને અપશબ્દો બોલનાર નરાધમને ભાઈએ ચપ્પુના ઘા જીકી દેતા ગુનો દાખલ

સુરત: શહેરના લિંબાયતની રત્નપ્રભા સોસાયટીમાં બહેનને અપશબ્દો બોલનાર યુવાનને ભાઇએ ચપ્પુનો ઘા ઝીંકી દેતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લિંબાયતની રત્નપ્રભા સોસાયટીમાં રહેતો ગણેશ સુરેશ બોરસે (.. 22) છેલ્લા કેટલાક દિવસથી સોસાયટીમાં રહેતી એક યુવતીને અપશબ્દો બોલી રહ્યો હતો. જેથી યુવતીના ભાઇ રીતેશ મોરેએ તેને ઠપકો આપ્યો હતો અને ત્રણેક દિવસ અગાઉ તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો. જો કે ગત રાત્રે ગણેશ ચપ્પુ લઇને આવ્યો હતો અને આજે તને પતાવી દઇશ એમ કહી રીતેશ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રીતેશ ઘરમાંથી ચપ્પુ લઇ આવી ગણેશ પર વળતો હુમલો કરી પેટમાં એક ઘા મારી દીધો હતો. ઇજાગ્રસ્ત ગણેશને તુરંત સોસાયટીના રહીશોએ સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રીતેશ મોરે મહારાષ્ટ્રના માલેગાંવમાં રહે છે અને રક્ષાબંધન હોવાથી તે સુરત આવ્યો હતો અને બહેનને અપશબ્દો ઉચ્ચારનાર ગણેશને સબક શીખવાડવા હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

(5:14 pm IST)