Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજપીપળા નગરપાલિકા માટે રૂપિયા ૧ કરોડ ૧૨ લાખ ૫૦ હજારનો ચેક એનાયત

રાજ્યની નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓના સર્વાંગી શહેરી વિકાસ માટે રૂપિયા ૧૦૬૫ કરોડના ચેકના ઈ-વિતરણનો (ઓનલાઇન) કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી રાજયની નગર પાલિકાઓ-મહાનગર પાલિકા ઓના સર્વાંગી શહેરી વિકાસની આંતરમાળખા- કીય સુવિધાઓ માટે રૂપિયા ૧૦૬૫ કરોડના ચેકના ઈ-વિતરણનો (ઓનલાઇન) કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગર ખાતેથી યોજાયેલા ચેકના ઇ-વિતરણના ઓનલાઇન કાર્યક્રમના ઉપલક્ષમાં રાજપીપલા નગર પાલિકાને તેની કેટેગરી મુજબ રૂપિયા ૧ કરોડ,૧૨ લાખને ૫૦ હજારની રકમનો ચેક ગુજરાત ઊન અને ઘેટા વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરસિંહભાઈ ખાંભલીયાના હસ્તે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અને નિવાસી અધિક કલેકટર એચ.કે. વ્યાસની ઉપસ્થિતિમાં રાજપીપળા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ અને ચીફ ઓફિસર જ્યેશ પટેલને એનાયત કરાયો હતો. આ રકમનો ઉપયોગ રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આંતર માળખાકીય વિકાસના કામો માટે કરાશે.

(7:57 pm IST)