Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કારની તલાસી લેતા ' પોલીસ હોય શું થયું હું અહીંનો દાદો છું ' કહીને સંજય દુબેએ કર્યો પોલીસ જવાનો પર હુમલો

અહીંયા આવવાનું નહીં, નહી તો જાનથી મારી નાખીશ.“તેવી ધમકી આપી: મદદ માટે વધુ પોલીસ બોલાવતા આરોપીઓ ભાગી ગયા

અમદાવાદ: ચાંદલોડીયા વિસ્તારની રાધિકા સોસાયટીમાં સોલા પોલીસ બાતમીના આધારે આઈ-20 કાર ચેક કરવા ગઈ હતી.તે સમયે ત્યાં હાજર સંજય દુબે નામના શખ્સે પોલીસ જવાનોને “પોલીસ હોય તો શું થયું, હું અહીંનો દાદા છું, અહીંયા આવવાનું નહીં, નહી તો જાનથી મારી નાખીશ.“તેવી ધમકી આપી હતી. આરોપીએ સમજાવવાનો પ્રયાસ કરતા પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો.

મદદ માટે વધુ પોલીસ ટીમ બોલાવતા આરોપીઓ ભાગ્ય હતા.પોલીસે કારની તપાસ કરતા અંદરથી ઈંગ્લીશ દારૂ મળ્યો હતો.સોલા પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન અને ફરજ દરમિયાન પોલીસ પર હુમલો એનમ બે ગુના દાખલ કર્યા હતા.

સોલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ અને કોન્સ્ટેબલ નરેશકુમાર બાતમીના પગલે રાધિકા સોસાયટી ચાંદલોડીયા ખાતે સફેદ આઈ-20 કાર ચેક કરવા ગયા હતા.

ત્યાં હાજર યુવક સંજય વિજય દુબેએ પોલીસ જવાનોને કેમ કાર સામે જોવો છો? તેવો પ્રશ્ન કરતા પોલીસ જવાનોએ ઓળખ આપી તલાશી લેવાની વાત કરી હતી.સંજયે પોલીસ હોય તો શું, હું અહીંનો દાદા છું.તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરી નરેશકુમારની આંગળીમાં ઇજા કરી હતી.તે સમયે હાજર યુવાન પણ સંજયનો પક્ષ લઈ પોલીસ પર હુમલો કરવા દોડ્યો હતો.

વિરભદ્રસિંહ પોલીસ ટીમને મદદ માટે ફોન કરતા બન્ને આરોપી ભાગ્યા હતા.જતા જતા ધમકી આપી કે, આજે તો બચી ગયા ફરી આવશો તો છોડીશું નહીં.પોલીસે કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બે બોટલ અને બે મોબાઈલ મળ્યા હતા.

પોલીસે રૂ 4 લાખની કાર,દારૂની બોટલ અને મોબાઈલ સહિત રૂ.4,03,300નો મુદ્દામાલ જમા લઈ કાર્યવાહી કરી હતી.પોલીસે રાણીપના આશ્રય પ્લેટીનિયમમાં રહેતાં સંજય વિજયકુમાર દુબે અને તેના સાગરીત વિરુદ્ધ પ્રોહીબિશન અને પોલીસ પર હુમલાના બે અલગ ગુના દાખલ કર્યા હતા.

(8:52 pm IST)