Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુરતના મગદલ્લા રોડ પર રહેતી યુવતીનો ઘરમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

જો કે રૂમનો દરવાજો લોક હોવાથી મોત અંગે ઉઠતા અનેક શંકાસ્પદ મુદા

સુરત : સુરતના એક વિસ્તારમાં સ્પામાં કામ કરનાર યુવતીનો મૃતદેહ તેના જ  ઘરમાંથી સળગેલી હાલતમાં મળતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવતી મિમ્મી તરીકે ઓળખાતી હતી અને સ્પામાં કામ કરતી હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મિમ્મીના પરીચિતોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવતી મિમ્મી તરીકે ઓળખાતી હતી અને સ્પામાં કામ કરતી હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મિમ્મીના પરીચિતોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

, આ મકાનમાં સ્પામાંકામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી નેપાળ કે થાઈલેન્ડની હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. , આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી નેપાળ કે થાઈલેન્ડની હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નાગિનભાઈ પરભુભાઈ પટેલે પોતાનું મકાન ભાડે આપ્યું છે. જેમાં મીમ્મી નામની મહિલા ભાડે રહેતી હતી. ગત રોજ મિમ્મીને રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીને મળીને ઘરે કોઈ છોડી ગયું હતું

હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ  સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ  સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે.

દરમિયાન પોલીસે ઘટનાના કબ્જે મેળવવાની કામગીરી હાથધરી છે. મિમ્મી થાઇલેન્ડ અથવા તો નેપાળની વતની હોવાની પણ ચર્ચા છે. જોકે, આસપાસના રહીશોને તેના વિશે ખાસ માહિતી નથી.

યુવતીના ભડથું થયેલા મૃતહેદ સાથે સામાન પણ બળીને રાખ થઈ ગયો છે, ત્યારે સ્પા સાથે સંકળેયાલી હોવાનું મનાતી યુવતીનું મોત શંકા નીપજાવી રહ્યું છે. જોકે, ઘટનાને જોતો અકસ્માતની થિયરી પણ વણાઈ રહી છે. યુવતીના ભડથું થયેલા મૃતહેદ સાથે સામાન પણ બળીને રાખ થઈ ગયો છે, ત્યારે સ્પા સાથે સંકળેયાલી હોવાનું મનાતી યુવતીનું મોત શંકા નીપજાવી રહ્યું છે. જોકે, ઘટનાને જોતો અકસ્માતની થિયરી પણ વણાઈ રહી છે.

(12:59 pm IST)