Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પાસે જીપ નદીમાં ખાબકી:10 લોકોનો આબાદ બચાવ

ડેરી ગામથી આબુરોડ જતી જીપ નદીમાં પલટી ગઈ: સ્થાનિકોએ મુસાફરોને બચાવ્યા

બનાસકાંઠા : ભારે વરસાદને પગલે અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક જીપ પાણીમાં પલટી જતા 10 લોકો તણાયા હતા. સ્થાનિકોની મહેનટ રંગ લાવી છે અને તમામ નો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને જગ્યાએ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક અકસ્માત પણ જોવા મળ્યા છે. અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક પણ ભારે વરસાદને કારણે જીપ પાણીમાં પલટી જતા 10થી વધુ લોકો તણાયા હતા. જોકે તેમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ડેરી ગામથી આબુરોડ જતી જીપ નદીમાં પલટી ગઈ હતી. જેમાં જીપમાં સવાર લોકોમાંથી 10થી વધુ લોકો તણાયા હતા. જો કે સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો બચાવી લેવામાં આવ્યા હતા અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

(11:01 am IST)