Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ તાલુકામાં વરસાદઃગીર ગઢડામાં સૌથી વધુ પોણા ૨ ઇંચઃ મહેસાણામાં વીજળી પડતા બે કામદારોના મોત

ગાંધીનગર, તા. ૭ રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં પોણા ૨ ઈંચ વરસાદ ખાબકયો છે. મહેસાણા, ઊંઝા અને ખેરાલુમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જયારે પાટણના સિદ્ઘપુર, સાબરકાંઠાના ઈડર, મહેસાણા શહેર અને અરવલ્લીના ભિલોડામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજયમાં આજે સવારથી એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં છેલ્લા ૪ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ગઇકાલ ફરીથી ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઉત્ત્।ર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, અરવલ્લી સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આવામાં ઉત્ત્।ર ગુજરાતમાં અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવોમાં ચાર લોકોના મોત નિપજયા છે. મહેસાણામાં બે કામદારોના મોત નિપજયા છે. તો અરવલ્લીમાં અલગ અલગ સ્થળે બે લોકોના મોત નિપજયા છે.

મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતાં ૨ કામદારોના મોત થવાની દ્યટના સામે આવી છે. તો આ દ્યટનામાં ૩ કામદારોને ગંભીર ઇજા પણ પહોંચી છે. મહેસાણાના પઢારિયા ગામે ગૌચરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષ કાપવાની કોન્ટ્રાકટર થકી કામગીરી ચાલી રહી હતી. જયાં વરસાદ શરૂ થતા કામદારોએ ટ્રેકટરની ટ્રોલી નીચે આશરો લીધો હતો. દરમ્યાન ટ્રોલી ઉપર અચાનક વીજળી પડતાં પાંચેક મજૂરો વીજળીથી ગંભીર રીતે દાઝયા હતા. જેમાં મૂળ દાભલા ગામના બે કામદારોના મોત થયા હતાં. તો અન્ય ત્રણ કામદારોની સારવાર લાયન્સ હોસ્પિટલ મહેસાણામાં ચાલુ છે. આ દ્યટનામાં ૨૩ વર્ષીય રમણજી દિવનજી ઠાકોર અને ૨૫ વર્ષીય દિલીપજી ઠાકોરનું મોત થયું હતું. તો જગાજી લક્ષમજી ઠાકોર (૩૬ વર્ષ), અશોકજી નવગણજી ઠાકોર (૨૫ વર્ષ) અને પરબતજી ઉદયજી ઠાકોર (૨૩ વર્ષ)ને ગંભીર ઈજાઓ થતા તેમની સારવાર ચાલુ છે.

(1:08 pm IST)