Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સેટેલાઇટમાં હવસખોર સસરાએ પુત્રની હાજરીમાં પુત્રવધૂને શારીરિક અડપલા કર્યા

યુવતીની છાતી અને પીઠના ભાગે અવારનવાર અડતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખઃ પતિ-પત્ની સુતા હોય ત્યારે પણ સસરા રૂમમાં આવી જતા હતા અને...

રાજકોટ તા. ૭ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી ૧૯ વર્ષીય યુવતીના લગ્ન બાદ માર્ચ મહિનામાં રામદેવનગરમાં પતિના ઘરે ગઇ હતી. થોડા દિવસોમાં જ પતિ ઘરની બહાર કામ માટે જાય ત્યારે સસરા પુત્રવધૂને એકલી જોઇ તેની ઉપર નજર બગાડતા હતા. સસરા પુત્રવધૂના રૂમમાં આવી તેનો હાથ પકડી છાતી પર હાથ ફેરવતા અને બાહોશપાશમાં લેતા પુત્રવધૂ ઘરની બહાર નીકળી નજીકમાં રહેતા પરિવારના સભ્યોના ઘરે જતી રહી હતી.

સાંજે પતિ ઘરે આવતા યુવતીએ આ બાબતે વાત કરી હતી. પતિએ તેના પિતાનું ઉપરાણું લઇ યુવતીને ગાળો બોલી કોઇને આવું કહીશ નહીં જણાવીને ધ્યાન આપ્યું ન હતું. જેથી યુવતીએ ઇજ્જત ન જાય માટે આ વાત કોઇને જણાવી ન હતી. ત્યારબાદ અવારનવાર રાતે જ્યારે પતિ-પત્ની સુતા હોય ત્યારે સસરા રૂમમાં આવી જતા અને પુત્રવધૂ સાથે સૂઇ જઇ શારીરિક અડપલા કરતા હતા. જેથી યુવતીએ સસરાને આવું ન કરવા કહેતા તેઓ સમાજમાં આબરૂ નહિ રહે તેમ જણાવી અવાર-નવાર યુવતીની છાતી તથા પેટના ભાગે અડતા હતા.

ઓગસ્ટ માસમાં જ્યારે રાતે ઘરમાં પુત્રવધૂ સૂતી હતી ત્યારે સસરાએ આવી અને અડપલા કર્યા હતા. જેથી યુવતી સસરાને ધક્કો મારી ઘરની બહાર નીકળી ગઇ હતી અને પરિવારજનોને આ બાબતે વાત કરતા પોલીસ ફરિયાદ ન કરવા અને ઘરમાંથી કાઢી મુકવા ધમકી આપી હતી. જેથી પરિણીતા તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. બાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હોવાનું પ્રસિધ્ધ થયું છે.

(1:10 pm IST)