Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નાંદોદના તારોપા ગા માંથી એકજ દિવસે ત્રણ બાઈકોની ચોરી ;પોલીસ પેટ્રોલિંગ કડક બનાવવા માંગ

ખાનગી કંપનીઓમાં નોકરી કરતા યુવાનો ગામમાંથી બાઈક પર રોડ પર આવી કંપનીની બસમાં નોકરી ઉપર જતી વખતે ગામ બહાર એક ઘર પાસે બાઇકો મૂકી જતા ત્યાંથી બાઇકોની ઉઠાંતરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકા ના તારોપા ગામ માંથી એકજ દિવસે ત્રણ બાઇકો ની ચોરી ની ઘટના બનતા કંપનીઓ માં નોકરી કરતા યુવાનો માં ફફડાટ ફેલાયો જોવા મળ્યો છે.

  પોલોસ સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકા ના તરોપા ગામ માંથી એકજ દિવસે ત્રણ મો.સા. ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તરોપા અને આસપાસ ના ગામો માં રહેતા અને ખાનગી કંપનીઓ માં નોકરી પર જતાં યુવાનો રાત્રી શિફ્ટ માં કામ માટે જતા હોય સાંજે કંપની ની બસ તારોપા ગામ પાસે આવતા આ યુવાનો ગામના રોડ નજીકના એક ઘર પાસે તેમની બાઇકો મૂકી કંપની ની બસ માં નોકરી પર જતાં હોય ત્યાંથી કોઈ અજાણ્યા ચોરોએ ત્રણ બાઇકો ચોરી કરી હતી જેમાં ફરિયાદી રણજિત કનુભાઈ વસાવા( રહે. પ્રતાપપરા )ની હોન્ડા સાઈન નં.GJ.22.J.6933 તેમજ ઢોલાર ગામના અરુણભાઈ જીણાભાઈ વસાવા ની હોન્ડા સાઈન નં.GJ.22.D.9520 અને નાંદોદ ના મલાવ ગામના સંજયભાઈ ચંદુભાઈ વસાવાની પણ હોન્ડા સાઈન નં.GJ.22 .F.2916 ત્રણેય કિંમત 60,000/-રૂપિયા ની કોઈ અજાણ્યા ચોરો ચોરી કરી પલાયન થઈ જતા આ બાબતે આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:15 pm IST)