Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નર્મદા જિલ્લાના વાઘપુરા ઉ.બુ. માધ્યમિક શાળાના આચાર્ય પ્રદીપસિંહ સિંધા રાજ્ય પારિતોષિક એવોડથી સન્માનિત

નર્મદા જિલ્લામાં 23 વર્ષમાં પ્રથમવાર કોઈ આચાર્ય ની શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરી રાજ્ય સરકારે એવોર્ડ આપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા શિક્ષક દિવસની ઉજવણીના ભાગ રૂપે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી જેમને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.જે કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાયો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવદ્રત, મુખ્ય મંત્રી વિજયભાઈ  રૂપાણી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે,શિક્ષણ સચિવ વિનોદ રાવ ના હસ્તે શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો। જેમાં નર્મદા જિલ્લાના એક માત્ર આચાર્ય પ્રદીપ સિંહ સિંધા ની પસંદગી થઇ અને જેમને વિભાવરીબેન ના હસ્તે સન્માનિત કરાયા વાડિયા રોયલ સં સીટી ના તમામ તેમના રહીશોએ અને શિક્ષકોએ ભવ્ય સ્વાગત કર્યું।

 નાંદોદ તાલુકાના નવા વાઘપુર ની     શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી સ્કૂલ આચાર્ય તરીકે 20 વર્ષ થી ફરજ બજાવતા પ્રદીપસિંહ અભેસિંહ સિંધા શાળાનું સંચાલન અને શિક્ષણ સહિત વહીવટી કામગીરી માં સુંદર કામગીરી કરવામાં આવી તેમની આ કામગીરી જરૂરી તાલીમો પૂર્ણ કરી સલાનું પરિણામ સુધાર્યું સહીત અનેક નોંધ રાજય સરકારે લીધી અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2020 માં તેમની પસંદગી કરવામાં આવી જેમને આ સન્માન મળ્યું, નર્મદા જિલ્લાની રચના ને 23 વર્ષ થયાં નર્મદા જિલ્લાના આચાર્ય નું આવું  પ્રથમ વાર સન્માન થયું છે. તેમની પત્ની દમયંતીબા,શાળાના શિક્ષકો નું ખુબ યોગદાન જોડાયેલું છે. એ તમામે અને શૈક્ષણિક જગતના આગેવાનો શિક્ષકો સહીત તમામે શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:16 pm IST)