Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વિધાનસભા સંકુલમાં તમામ કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ

રાજકોટ : કોવીડ મહામારીના અનુસંધાને વિધાનસભાના રાજેન્દ્ર ત્રિવેદી શરૂઆતથી તકેદારીના પગલા લીધેલ હતા. વિધાનસભા સંકુલમાં પ્રવેશતા તમામ વ્યકિતઓનું થર્મલ સ્કેનીંગ, સેનીટાઇઝ કરવામાં આવે છે. તમામ સ્ટાફનાં ટેબલ પર સેનીટાઇઝર મુકેલ છે. સંકુલના તમામ સ્ટાફ  તથા મીટીંગ માટે આવતા ધારાસભ્યોને માસ્ક વિતરણ કરવામાં આવેલ છે. સમગ્ર કચેરી બિલ્ડીંગ અવાર  નવાર સેનીટાઇઝ કરવામાં આવે છે. યુવી લાઇટથી કચેરી તથા મીટીંગ ખંડોને સેનીટાઇઝ કરવામાં આવે છે. ફાઇલોને લાઇટથી સ્કેનીંગ કરવામાં આવે છે. વિધાનસભાના તમામ સ્ટાફનો કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

(3:20 pm IST)