Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ટીબી મુકત અભિયાનને કોરોનાથી ખલેલ

ટીબીના દર્દીઓની નોંધણીમાં મોટો ઘટાડો : જો કે આ ઘટાડો કોરોનાના કારણે કામગીરી કથળવાથી થયાનો દાવો : વાસ્તવિક પરિસ્થિતી જુદી : ભારત મુકત અભિયાનને પહોંચી ઠેશ

સુરત તા. ૭ : અચાનક ટીબીના દર્દીઓના આંકડામાં ઘટાડો આવ્યો છે. જો  કે આ કોઇ હરખ કરવા જેવી વાત નથી. કેમે કે જે ઘટાડો નોંધાયો છે તે કોરોનાને કારણે છે. વાસ્તવિકતા તો જુદી જ હોઇ શકે છે.

આમ કોરોના સંક્રમણ સામેના પગલાઓને કારણે ટીબીના દર્દીઓની નોંધણી બરાબર ન થઇ શકવાથી આંકડો ઘટયાનો દાવો કરાયો છે. એટલે કે ખરેખર તો ટીબીના દર્દીઓની સંખ્યાનો સાચાો આકડો મોટી આવી શકે. મતલબ ટીબી મુકત ભારત અભિયાનને હાલ મોટી ઠેશ પહોંચી છે. ટીબીના દર્દીઓ ઓળખાય નહી અને દવાનો કોર્ષ પુર્ણ ન કરાય તો ટીબીના કારણેન મૃત્યુ દર વધવાની પુરી સંભાવના જોવાઇ રહી છે. જે ખરેખર ટીબી મુકત ભારત અભિયાનને ખરાબ અસર પહોંચાડી શકે.

એકલા સુરતની જ વાત કરીએ તો છેલ્લા વર્ષની તુલનામાં શહેરી ક્ષેત્રમાં ૫૪.૮૧% ઓછા અને જિલ્લા ગ્રામિણ ક્ષેત્રે ૪૭.૩૩% ઓછા દર્દી નોંધાયા છે. ૨૩ માર્ચથી લઇને ૩૧ ઓગષ્ટ સુધી હોસ્પિટલમાં કુલ ૮૬૯ દર્દીઓ નોંધાયા. જે ગયા વર્ષ આ સમયગાળામાં ૧૬૫૦ હતા.

આમ કોરોનાની અસરથી ટીબીના દર્દીઓની સંખ્યા (નોંધણી) માં જોવા મળતો ઘટાડો એકંદરે ચિંતા કરાવે તેવો છે. કેમ કે જો દર્દીઓની સાચી સ્થિતી સામે નહીં આવે તો તેમને દવાનો કોર્ષ પુરો કોણ કરાવશે? મતલબ કે ટીબી મુકત ભારત અભિયાનને મોટો ફટકો પડી શકે તેમ હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

વળી એક વાત એવી પણ સામે આવી છે કે ટીબી અને કોરોના દર્દીના લક્ષણો થોડેઘણે અંશે મળતા આવે છે. એટલે ચિકિત્સકો માટે આ અવઢવ પણ ઉભી થઇ છે.

(3:21 pm IST)