Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પેરા મેડીકલની ૨૨ હજાર બેઠકો માટે ૩૦૯૪૪ પ્રવેશ ઈચ્છુકોનું રજીસ્ટ્રેશન થયુ

વરસાદ - પૂરની સ્થિતિમાં મુદ્દત વધારતા વધુ ૩ હજાર છાત્રોએ કરાવ્યુ રજીસ્ટ્રેશન

રાજકોટ, તા. ૭ : ગુજરાત રાજયની પેરા મેડીકલ કોર્ષની કોલેજોમાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રજીસ્ટ્રેશન માટેના સમય વધારા બાદ કુલ ૩૧૬૪૯ પીન વિતરણની સામે ૩૧૧૪૪ છાત્રોએ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તો ૩૦૯૪૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કન્ફર્મ કર્યુ છે.

પેરા મેડીકલની ૨૨ હજાર બેઠકો માટે ૩૦૯૪૪ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવતા આ શૈક્ષણિક વર્ષમાં ખાલી બેઠકોની સંખ્યામાં ઘટાડો થાય તેવી શકયતા છે. ફિઝીયોથેરાપીસ્ટ, નર્સીંગ, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીકસ સહિતની બ્રાન્ચમા પ્રવેશ કાર્યવાહી હવે હાથ ધરાશે.

કોરોનાની સ્થિતિ અને ભારે વરસાદ પૂરની પરિસ્થિતિમાં રજીસ્ટ્રેશન બાકી રહી જતા પ્રવેશ સમિતિ દ્વારા ૫ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશનની મુદ્દત વધારવામાં આવી હતી. જેમાં વધુ ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

(4:05 pm IST)