Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં ભૂકંપ બાદ લોકોમાં ગભરાટ સાથે કુતુહલઃ નળગદેવ હિલ ઉપર સરકારની ૮૦થી ૮૫ મીટર જેટલી જમીનમાં ૭ ફૂટ ઉંડી તિરાડ પડી ગઇ

વલસાડઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4 સપ્ટેમ્બરની એક ઘટનાથી લોકોમાં કૂતુહલ સાથે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હકીકતમાં અહીંના ગીરનાળા ગામમાં એક કિમી જેટલી જમીન ધસી ગઇ છે. તેમાં મોટી-મોટી તિરાડો પડી ગઇ છે. જો કે આ ઘટના રહેણાક વિસ્તારની બહાર પહાડી પર થઇ હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.

લોકોનું કહેવું છે કે ભૂકંપને કારણે આવુ બન્યું હશે. પ્રાપ્ત વિગત મુજબ વલસાડની આસપાસ 4 અને 5મી સપ્ટેમ્બરની રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ભૂકંપ 4ની તીવ્રતાનો હતો.

તિરાડ 7 ફૂટ ઊંડી

ભૂ્સ્તર વિભાગના કર્મીઓએ તપાસ કરતા જણાયું કે નળગદેવ હિલ પર સરકારની પડતર જમીન છે. ભૂકંપન આંચકા બાદ તેમાં એક સ્થળે 80થી 85 મીટર જેટલી જમીનમાં 7 ફૂટ ઊંડી તિરાડ પડી ગઇ છે. ઉપરાંત પણ આસપાસના વિસ્તારોમાં બીજી નાની-મોટી તિરાડો દેખાઇ રહી છે. આ વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હોવાનું માનવામાં આવે છે.

ક્વૉરી માટે કરાતા બ્લાસ્ટ પણ કારણ હોઇ શકે

શનિવારે આવેલા ભૂકંપને પગલે કોઇ નુકસાન કે જાનહાનિ થઇ ન હોવા છતાં લોકોમાં ભય ફેલાયેલો છે. તેમનું માનવું છે કે આ વિસ્તારમાં ખીણ ક્વૉરી આવેલી છે. ત્યા કોંક્રિટ કચચી તૈયાર કારય છે. આના માટે પર્વતીય વિસ્તારમાં ટેટા ફોડી બ્લાસ્ટ કરવામાં આવે છે. તેના લીધે પણ અહીં આ તિરાડો પડી હોઇ શકે.

ત્રણ દિવસથી રાત્રે કંપનનો અનુભવ

અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે 4 અને 5 સપ્ટેમ્બરની રાત્રે આવેલા 4ની તીવ્રતના ભૂકંપ બાદ ત્રણ દિવસથી રોજ રાત્રે ધરતીમાં કંપનો અનુભવાય છે. જો કે ભૂકંપશાસ્ત્રીઓ તેને આફ્ટર શોક (ભૂંકપ પછીના આંચકા) કહે છે.

(5:13 pm IST)