Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અમદાવાદના સ્ટેલાઈટમાં પુત્રવધુની એકલતાનો લાભ લઇ સસરાએ શારીરિક છેડતી કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી પુત્રવધુની એકલતાનો લાભ લઈને શારીરિક છેડતી કરતા સસરા વિરૂધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તે સિવાય પતિ અને ફોઈ સાસુને બનાવ અંગે જાણ કરાતા તેમણે ધમકી આપતા તેમની સામે પણ ગુનો નોંધાવાયો છે.

સેટેલાઈટ વિસ્તારમાં 19 વર્ષની મહિલા તેના પતિ, સાસુ સસરા, નણંદ અને દિયર દેરાણી સાથે રહે છે. દરમિયાન પતિ કામ પર જાય ત્યારે સસરા પુત્રવધુ સાથે શારીરિક છેડતી કરતા ગભરાયેલી પુત્રવધુ ઘરમાંથી નીકળીને પડોશમાં રહેતા પરિવારજનોને ત્યાં જતી રહેતી હતી. બીજીતરફ સસરાએ શારીરિક અડપલા કરવાનું ચાલુ રાખતા મહિલાએ આવું ન કરવા તેમને વિનંતી કરી હતી. પરંતુ સસરાએ આ બાબતે કોઈને જાણ કરશે તો તારી સમાજમાં આબરૂ નહી રહે કહીને ધમકાવતા હતા. 

(5:28 pm IST)