Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વડોદરા નજીક સાવલી તાલુકાના કનોડા બ્રિજ બન્યો સુસાઇડ પોઇન્ટ:યુવકે બ્રિજ પરથી પડતું મુકતા મૃતદેહની શોધખોળ શરૂ

વડોદરા: નજીક સાવલી તાલુકાનો કનોડા બ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાના એક પછી એક બનાવ બની રહ્યા છે. ગઇરાત્રે એક યુવકે બ્રિજ પરથી પડતું મૂકતા વડોદરા ફાયર બ્રિગેડ શોધખોળમાં લાગી છે.

સાવલીમાં કનોડા-પોઇચા ખાતે પસાર થતી મહીસાગર ઉપર બનાવવામાં આવેલા બ્રિજ ઉપરથી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આણંદના ખોરવાડ ગામે રહેતા યુવરાજ ચૌહાણ અને તેનો મિત્ર નિલેશ બાઈક ઉપર કનોડા બ્રિજ આવ્યા હતા અને મિત્રોને વિડીયો કોલ કર્યા બાદ બંનેએ એકસાથે બ્રિજ પરથી પડતું મુક્યું હતું. ત્રણ મહિના પહેલા પણ આ જ રીતે સાવલી તાલુકાના નવાપુરા ગામે રહેતો શૈલેષ ગોહિલ નામના યુવકે બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરી હતી.

(5:28 pm IST)