Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વડોદરા નજીક રસ્તો ઓળંગતા વૃદ્ધને એમ્બ્યુલન્સે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:ગોધરાથી એક દર્દીને ગોત્રી હોસ્પિટલમાં લઇ જતી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વીઆઇપી રોડ પર રસ્તો ઓળંગતા વૃધ્ધને અડફેટે લેતા વૃધ્ધનું કરૃણ મોત નીપજ્યું છે. એટલે કે એક બીમાર વ્યક્તિનો જીવ બચાવતા જતા બીજા વ્યક્તિને  જીવ ગુમાવવાની નોબત આવી પડી હતી.


કારેલીબાગ વીઆઇપી રોડની વીરનગર સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષના  બાબુભાઇ પુજાભાઇ સોલંકી છુટક મજુરી કામ કરે છે. ગઇકાલે સાંજે તેઓ વીઆઇપી રોડ રાજુ આમલેટની સામેથી રસ્તો ઓળંગતા હતા. તે જ વખતે સાયરન બગાડતી એક એમ્બ્યુલન્સના ડ્રાઇવરે બાબુભાઇને અડફેટે લેતા તેમને માથામાં અને હાથે ગંભીર ઇજા પહોંચી હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ તે દરમિયાન  તેમનું મોત નીપજ્યુ હતું.

(5:29 pm IST)