Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના વેપારી પાસેથી 72.02 લાખના હીરાની ખરીદી કારખાનેદારે પેમેન્ટ ન કરતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં અગાઉ હીરાનું કારખાનું ધરાવતા ગોડાદરાના કારખાનેદાર પાસેથી બેંગકોકના વેપારીએ સુરતના દંપત્તિ અને સુરતમાં રહેતી પત્ની મારફતે રૂ.72.02 લાખના હીરા ખરીદી કારખાનેદારને બાકી પેમેન્ટ રૂ.40.02 લાખ ન ચુકવતા કાપોદ્રા પોલીસે બંને દંપત્તિ વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસે છેતરપિંડીની આ ઘટનામાં ગતરોજ સુરતના દંપત્તિ પૈકી યુવાનની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતના ગોડાદરા ખોડીયાર રેસીડન્સી ઘર નં. 5 માં રહેતા 35 વર્ષીય ભરતભાઈ ઘુઘાભાઈ કલસરીયા હાલ વરાછા માતાવાડી રંગનગર ખાતા નં.26 માં હીરાનો વેપાર કરે છે. મે 2016 માં તે કાપોદ્રા અક્ષય ડાયમંડ બિલ્ડીંગ નં.12/13 માં બીજા માળે રૂમ નં. 203 માં હીરાનું કારખાનું ધરાવતા હતા. તે સમયે એક મિત્ર જીગ્નેશભાઈ પટેલ મારફતે તેમની ઓળખાણ મહેશભાઈ બચુભાઈ કાકડીયા સાથે થઇ હતી. મહેશભાઈએ તેમને આપણે સાથે મળી બેંગકોક જઈએ ત્યાં હીરાના સારા ભાવ મળે છે તેમ કહેતા તે 19 મે 2016 ના રોજ મહેશભાઈ સાથે બેંગકોક ગયા હતા. બેંગકોકમાં મહેશભાઈએ નરેશભાઈ સાથે ઓળખાણ કરાવી હતી અને તેમની સાથે ધંધાની જવાબદારી લેતા ભરતભાઈએ વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં નરેશભાઈએ નાની રકમના હીરા ખરીદી સમયસર પેમેન્ટ ચુકવ્યું હતું.

(5:31 pm IST)