Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુરતના રિંગ રોડ નજીક સાડીનો વેપારી બે મિત્ર વેપારી પાસેથી 16.56 લાખની સાડી લઇ છેતરપિંડી આચરનાર પિતા-પુત્રની ધરપકડ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત ન્યુ લક્કી માર્કેટ અને મિલેનીયમ માર્કેટ 1 માં સાડીનો વેપાર કરતા બે મિત્ર વેપારી પાસેથી રૂ.16.56 લાખની સાડી ઉપર ચરક લગાવવા લઈ જઈ લીંબાયતના પિતા-પુત્રએ પરત નહીં કરી વેપારીઓને ગાળો આપી ધમકી આપતા કહ્યું હતું કે અમે તમારી સાડી માર્કેટમાં વેચી નાંખી છે, અમારો સંપર્ક કરશો નહીં, નહીં તો ટાંટીયા તોડી નાંખીશું. સલાબતપુરા પોલીસે ગતરોજ પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના વેસુ સ્થિત પૂજા અભિષેક રેસિડન્સી ફ્લેટ નં.સી/401 માં રહેતા અને રીંગરોડ ન્યુ લક્કી માર્કેટમાં અનિતા ફેશનના નામે સાડીનો વેપાર કરતા 42 વર્ષીય કમલભાઈ સોહનલાલ અગ્રવાલને ત્યાં વર્ષ 2019 માં પિતા-પુત્ર જાવીદ ખાન ઉર્ફે બબલુ પઠાણ-શાહિદ પઠાણ ( બંને રહે. 41, રામબાઈ ચોક, બ્લોક 13, ગલી નં.5, મીઠીખાડી લીંબાયત, સુરત ) આવ્યા હતા અને અમે કમેલા દરવાજા ગૌતમ માર્કેટની બાજુમાં સાડી ઉપર ચરક લગાવવાનું કામ કરીએ છીએ, તમે અમને સાડી આપશો તો સમયસર કામ કરી આપીશું તેવી વાત કરી હતી. આથી ગત 2 થી 8 ઓગસ્ટ દરમિયાન કમલભાઈએ તેમને રૂ.11,41,440 ની કિંમતની 4754 નંગ સાડી ચરક લગાવવા માટે આપી હતી. પિતા-પુત્રએ રીંગરોડ મિલેનીયમ માર્કેટ 1 માં સિદ્ધિ વિનાયક સારીસના નામે વેપાર કરતા કમલભાઈના મિત્ર શ્યામસુંદર રાધેશ્યામ સરાફ પાસેથી પણ ગત 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન રૂ.5,14,130 ની કિંમતની 2081 નંગ સાડી ચરક લગાવવા લીધી હતી.

(5:31 pm IST)