Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુરત:અલથાણા-ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં હોસ્પિટલમાંથી 7700ની મતાની ચોરી થતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના અલથાણ-ન્યુ સિટીલાઇટ રોડ સ્થિત રત્નદીપ હોસ્પિટલમાં કામ કરતી આયા અર્ચનાસિંહ રાજીવસીંગ (ઉ.વ. 30 રહે. રૂમ નં. 383, સુભાષનગર ગલી નં. 4, લિંબાયત) એ છેલ્લા દોઢ મહિનાના સમયગાળામાં હોસ્પિટલમાંથી પલ્સ ઓક્સી મીટર 3 નંગ, ગ્લુકો મીટર 1 નંગ, ગ્લુકો મીટર સ્ટ્રીફ 100 નંગ, થર્મોમીટર 2 નંગ મળી કુલ રૂા. 7700ની મત્તા ચોરી લીધી હતી. 

જે અંગેની જાણ હોસ્પિટલના મેનેજર પાર્થ રાજેશ દેસાઇ (ઉ.વ. 29 રહે. 72, જય અંબેનગર સોસાયટી, રાજ આર્કેડની પાછળ, પાલ) એ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:32 pm IST)