Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અરવલ્લીના બાયડમાં હિટ એન્ડ રન: દૂધ લેવા નીકળેલ મહિલાને ડમ્પરે હડફેટે લેતા વહેલી સવારે મૃત્યુ

બાયડ:અરવલ્લી બાયડમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. સોમવારની સવાર અરવલ્લી વાસીઓ માટે ખરાબ સમાચાર લઈને આવી છે.

વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને ડમ્પર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જેને પગલે આસપાસના ગામવાસીઓ અહીં ઉમટી આવ્યા હતા. આ ગોઝારી ઘટના બાયડ -મોડાસા હાઈવે પર ઘટી હતી. ત્યારે લોકોએ ચક્કાજામ કરીને હાઈવે પર સ્પીડબ્રેકર બનાવવાની માંગણી કરી છે.

(5:34 pm IST)