Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગોડાઉનથી ૨૪૪ બોટલ દારૂ અને બીયરના ૧૪૪ ટીન ઝબ્બે

દારૂની હેરફેરનું આશ્ચર્યજનક નેટવર્ક ઝડપાયું : ટ્રાન્સપોર્ટ દ્વારા મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો અમદાવાદ ખાતે આવે અને તે પાર્સલ અજાણ્યા લોકો આવી લઈ જતા હતા

અમદાવાદ,તા. : શહેરમાં દારૂની હેરાફેરીના અનેક કિસ્સા જોવા મળે છે. ત્યારે હવે ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં દારૂનો માલ મંગાવી અજાણી વ્યક્તિઓ માલ લઈ જવાની ચેઇન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. સરખેજ સાણંદ ચોકડી પાસે આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. માલ તો એવી રીતે પેક કરવામાં આવ્યો હતો કે જે બોક્સમાં દારૂ છે તેવી કોઈને જાણ પણ થાય. જોકે પોલીસે તપાસ કરતા ગોડાઉનમાં હાઇવે પર આવેલી પટેલ એજન્સીનો માલ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરતાં માલ જ્યારે પણ આવે ત્યારે પટેલ એજન્સીને ટ્રાન્સપોર્ટ ગોડાઉન તરફથી જાણ કરવામાં આવે અને બાદમાં અજાણ્યા વ્યક્તિઓ લોડિંગ રિક્ષા લઈને લઈને માલ લઈને જતા રહેતા હોવાની ચેઇનનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.

              અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર લોકો સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ પણ કરી છે અને દારૂ તથા બિયર જથ્થો કબ્જે કર્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે એક એજન્સીના માણસો ટ્રાન્સપોર્ટ મારફતે મહારાષ્ટ્ર ખાતેથી દારૂનો જથ્થો અમદાવાદ ખાતે મંગાવે છે અને ત્યારબાદ તે પાર્સલ અજાણ્યા લોકો આવી છોડાવી જાય છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી  તે દરમિયાન સરખેજ સાણંદ ચોકડી પાસે ગુજરાત ગુડસ સર્વિસ નામના ટ્રાન્સપોર્ટમાં માલ ઉતરતો હોવાની બાતમી મળી હતી. જે માલ અમદાવાદની એસજી હાઈવે ખાતે આવેલી પટેલ એજન્સી દ્વારા મંગાવાતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત ગુડસ સર્વિસ નામના ગોડાઉનમાં જઈને તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ત્યાં અમીરચંદ ચોરસિયા નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જે ગોડાઉનમાં કામ કરતો હતો. તેની સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ગોડાઉનમાંથી ૨૫ જેટલા બોક્સ મળી આવ્યા હતા. જે બોક્સ કોઈ માલ હોય તે રીતે પેક કરેલો હતો.

             જેને પહેલી નજરે જોતાં તેમાં દારૂ હોય તો બિલકુલ જણાતું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચને બાતમી હોવાથી બોક્સ તપાસ્યા હતા. જેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૨૨૪ બોટલ દારૂ અને ૧૪૪ બીયરના ટીન મળી આવતા .૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમીરચંદ ચોરસિયા માલ રાખ્યો હોવાથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં પટેલ એજન્સીનો માલ લેવા કોણ આવે છે તે બાબતે પૂછતાં તેમણે બે નંબર આપ્યા હતા અને બે નંબર ઉપરથી તપાસ કરતાં તેઓને વધુ કઈ જાણકારી નહોતી. પરંતુ જ્યારે માલ આવી ગયો હોવાની જાણ કરે તો કોઈપણ રિક્ષાવાળો આવી લોડીંગ કરાવી માલ છોડાવી જતો હતો. અગાઉ પણ તેઓને જે વ્યક્તિ માલ છોડાવવા આવ્યો હતો તેને ૧૦૦૦ રૂપિયા વાપરવા પણ આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે દારૂની ચેઇન ઝડપી પાડી અમીરચંદ તથા ટેક કનેક્ટ રિટેઇલ યુનિટ  તથા એસજી હાઈવે પર આવેલી પટેલ એજન્સી તથા માલ છોડાવવા આવનાર લોકો સામે ગુનો નોંધી આરોપી અમીરચંદની ધરપકડ કરી હતી.

(7:11 pm IST)