Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

૮થી ૧૪મી સુધી વરસાદની આગાહી : હવામાન નિષ્ણાત

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી : ચોમાસાને વિદાયમાં એક મહિના જેટલો સમય હોવાથી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી

ગાંધીનગર,તા. : ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતોને હાશકારો થયો છે. જોકે, ચોમાસાને વિદાય થવામાં અંદાજે એક મહિના જેટલો સમય હોવાથી હજી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બીજી તરફ હવામાન વિભાગે પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી આપી છે. ઉપરાંત તેઓએ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપારંત અધિક માસમાં વધારે ગરમી પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આગાહી પ્રમાણે આઠમી સપ્ટેમ્બરથી ૧૪મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જે બાદમાં ૧૮ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન ૨૭ સપ્ટેબરથી પાંચમી ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને રાજ્યમાં ઉઘાડ નીકળ્યો છે.

                બીજી તરફ પાછલા દિવસોમાં પડેલા વરસાદને કારણે હજી અનેક વિસ્તારોમાં ખેતરમાં વરસાદી પાણી ભરેલા છે. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર સુધીમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. જેના પગલે ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉપરાંત ૧૮ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૭ સપ્ટેમ્બથી પાંચમી ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી નિષ્ણાતે કરી છે. ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. બીજી તરફ સોમવારે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. આંકડા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં .૬૮ ઇંચ માત્ર બે કલાકમાં ખાબક્યો છે. જ્યારે મહેસાણાનાં ઊંઝામાં .૪૪ ઇંચ, મહેસાણાનાં ખેરાલુમાં .૪૩ ઇંચ, પાટણનાં સિદ્ધપુરમાં .૨૮ ઇંચ, સાબરકાંઠાનાં ઇડરમાં .૧૨ ઇંચ, અરવલ્લીનાં ભિલોડામાં ૨૪ એમએમ વરસાદ નોંધાયો છે.

(7:13 pm IST)