Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સુરતની હોસ્પિટલમાં કોરોના દર્દી અને સંબંધીઓના દાગીના સહિતની વસ્તુઓ ચોરીનો ભેદ ઉકેલાયો :સફાઈકર્મી ઝડપાઈ

મહિલા સફાઈકર્મીએ 10 જેટલા લોકોની રોકડ રકમ, મોબાઈલ તેમજ દાગીના ચોરી કર્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો

સુરતઃ અલથાણ ન્યુ સીટીલાઈટ રોડ સ્થિતિ રત્નદીપ હોસ્પિટલમાંથી કોરોનામાં મૃત્યુ પામેલ આઘેડ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ચોરાઈ હોવાની ફરિયાદને પગલે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં સાફસફાઈનું કામ કરતી અર્ચનાસીંગ નામની મહિલા દ્વારા હોસ્પિટલમાં કોરોનામાં દાખલ દર્દી તેમજ તેમના સંબંધીઓના મળી 10 જેટલા લોકોના રોકડ રકમ, મોબાઈલ તેમજ દાગીના ચોરી કર્યા હતા.

 

અર્ચનાસીંગે હોસ્પિટલમાંથી પણ મેડિકલ સામાનની ચોરી કરતા મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે પોલીસ હોસ્પિટલના મેનેજરની ફરિયાદ લઈ અર્ચનાસીંગ નામની મહિલાની ધરપકડ કરી તેના ઘરેથી હોસ્પિટલનો મેડિકલનો સામાનની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓના ચોરી કરેલ મોબાઈલ અને રોકડ રકમ કબજે કરી આગળ તપાસ હાથ ધરી છે.
      મળતી માહિતી પ્રમાણે પાલગામ જય અંબેનગર સોસાયટીમાં રહેતા પાર્થ રાજેશભાઈ દેસાઈ (ઉ.વ.29)અલથાણ ન્યુ સીટીલાઈટ રોડ ખાતે આવેલ રત્નદીપ હોસ્પિટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પાર્થે ગઈકાલે પોલીસમાં હોસ્પિટલમાં સાફ સફાઈનું કામïકામ કરતી અર્ચનાસીંગ રાજીવસિંગ સીતારામસીંગ સીંગ(ઉ.વ.૩૦.રહે, સુભાષનગર લિંબાયત) સામે ફરિયાદ નોધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર પણ કરવામાં આવે છે. કોરોના વોર્ડમાંï સ્ટાફ જતો હોય છે આ સિવાય વોર્ડમાં કોરોના દર્દીના સગ સંબંધીઓને પણ જવા દેવામાં આવતા નથી. તેમજ કોરોનાના દર્દીનું મરણ થાય તો તેની લાશ પણ સગાસંબંધીઓને સોપવામાં આવતી નથી. દરમિયાન છેલ્લા દોઢ મહિનાથી કોરોના દર્દીના સગાસંબંધીઓ દ્વારા તેમની સોનાની વસ્તુ, મોબાઈલ સહિનતી અન્ય ચીજવસ્તુઓ ચોરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
જે પૈકી જગદીશ પાંડેના રોકડા 10,000 હંસાબેન જરીવાલાના મોબાઈ, જશોદાબેન જયંતી રાણાનો મોબાઈલ, લતાબેનનો મોબાઈલ, હાઉસ સ્કિપીંગ સ્ટાફમાંથી મોબાઈલ, રવિ પરમારના રોકડા 7500 ચોરી થઈ હોવાની ફરિયાદ મળી હતી. જેથી પાર્થ દેસાઈ દ્વારા હોસ્પિટલમાંથી પણ કોઈ વસ્તુઓની ચોરી થઈ છે કે નહી તે તપાસ કરતા પલ્સઓક્સી મીટર નંગ-3, ગ્લુકોમીટર નંગ-1,ગ્લુકોમીટરની સ્ટ્રીક નંગ-100 અને થર્મોમીટર નંગ-2 મળી કુલ રૂપિયા 7700ના મતાની ચોરી થઈ હોવાનુ બહાર આવ્યું હતું.

પાર્થ દેસાઈ દ્વારા તપાસ કરતા હોસ્પિટલમાંથી સામાન સાફસફાઈનું કામ કરતી અર્ચનાસીંગ ચોરી કરતી હોવાનુ બહાર આવતા ગઈકાલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે પાર્થની ફરિયાદને આધારે અર્ચનાસિંગ સામે ગુનો દાખલ કરી પીઍસઆઈ ઍ.કે.કુવાડીયાઍ તપાસ હાથ ધરી સ્ટાફના માણસો સાથે અર્ચનાસીંગની ધરપકડ કરી હતી

(10:40 pm IST)