Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સુરતમાં ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઆે દ્વારા વિરોધ પ્રદર્શન:ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ દેખાવ કરી વિરોધ નોંધાવ્યો

સુરતના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના અંદાજીત 3500 જેટલા કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત ગેસ કંપની કેન્દ્ર લેવલની કંપની હોવા છતાં સમાન વેતન કર્મચારીઓને આપવામાં આવતું નથી.

લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કર્મચારીઓએ સરકારને 20 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. 20 દિવસની અંદર જો આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો આમરણાંત ઉપવાસ,ભૂખ હડતાળ સહિત આંદોલન પર ઉતરવાની તેમજ ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

(12:01 am IST)