Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અમિતાભ બચ્‍ચન લાઈવ ટેલિથોન ‘બનેગા સ્‍વસ્‍થ ઈન્‍ડિયા સીઝન ૯'ના કો-એન્‍કર બન્‍યા

(કેતન ખત્રી), અમદાવાદઃ લોકોમાં સ્‍વચ્‍છતા અને સફાઇ આદતોને ઉત્તેજન આપવા માટે આઠ વર્ષ પહેલા ‘બનેગા સ્‍વચ્‍છ ઇન્‍ડિયા' તરીકે શરૂ થયેલી આ ઝૂંબેશે હવે ‘બનેગા સ્‍વસ્‍થ ઇન્‍ડિયા'માં પરિવર્તન પામી છે, સીઝન ૯ની થીમ ‘લક્ષ્ય સંપૂર્ણ સ્‍વાસ્‍થ્‍ય કા', કોઇપણ પૃષ્‍ઠભૂમિ ધ્‍યાનમાં લીધા વગર સંપૂર્ણપણે સારા આરોગ્‍ય ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે.

આ ઝૂંબેશના એમ્‍બેસેડર અમિતાભ બચ્‍ચને જણાવ્‍યું હતું કે, સ્‍વસ્‍થ ભારત આપણું લક્ષ્ય બનવું જોઇએ...તે સમળદ્ધ ભવિષ્‍ય માટેની ચાવી છે. ‘બનેગા સ્‍વસ્‍થ ઇન્‍ડિયા' જેવા કાર્યક્રમો સારા આરોગ્‍ય અને સ્‍વચ્‍છતા અંગે જાગળતિ પેદા કરવાની કામગીરી કરે છે અને આ વર્ષે કાર્યક્રમના આકર્ષણનું કેન્‍દ્ર છેલ્લા ૭૫ વર્ષોમાં આરોગ્‍ય ક્ષેત્રના ગેમ-ચેન્‍જર્સ રહ્યાં હતાં. તેમ અંતમાં જણાવેલ. 

(3:35 pm IST)