Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

શેમારૂમી પર નિહાળો ‘મત્‍સ્‍ય વેધ'

(કેતન ખત્રી), અમદાવાદઃ દર્શકો માટે  શેમારૂમી આ વખતે કંઈક નવું લઈને આવ્‍યું છે. અત્‍યાર સુધી દર્શકોને ખડખડાટ હસાવનાર, હાસ્‍ય સાથે સામાજિક સંદેશા સરળતાથી પહોંચાડનાર શેમારૂમી પર એક એવી સસ્‍પેન્‍સ, ડ્રામા, થ્રિલર વેબસિરીઝ સ્‍ટ્રીમ થવાની છે, જે દર્શકોને સત્‍ય, અસત્‍ય, નૈતિકતા વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે. ‘મત્‍સ્‍ય વેધ' નામની ગુજરાતી વેબસિરીઝ શેમારૂમી પર ૬ ઓક્‍ટોબરથી સ્‍ટ્રીમ થઈ ગઈ છે. જેમાં દેવકી મેટીકયુલસ થેરાપિસ્‍ટ ડો.શાસ્‍વત અને માનવ ગોહિલ પાર્થ નામના સોશિયલી ઓકવર્ડ પેશન્‍ટના પાત્રમાં જોવા મળશે. ૫ એપિસોડની આ વેબસિરીઝ ગુજરાતી મનોરંજન ક્ષેત્રે આ પ્રકારના સબ્‍જેકટની આ પહેલી ડ્રામા-સસ્‍પેન્‍સ-થ્રિલર વેબસિરીઝ છે. જેના દ્વારા આરજે અને ગુજરાતી તખ્‍તા ક્ષેત્રે જાણીતી અભિનેત્રી દેવકી પહેલીવાર ઓન સ્‍ક્રીન ડેબ્‍યુ કરી રહી છે. તેમની સાથે જાણીતા કલાકાર માનવ ગોહિલ પણ જોવા મળશે.

(4:12 pm IST)