Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરાની મંજૂસર જીઆઈડીસીમાં 1.44લાખની સ્ટ્રીપની ચોરી થતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: મંજુસર નજીક અલિન્દ્રા પાસે આવેલી હિન્દ ઇલેકટ્રીકલ કંપનીના વાઈડિંગ વિભાગમાંથી 1.44 લાખની કિંમતના 566 કિલો કોપર સ્ટ્રીપની ચોરી થઈ હતી. આ અંગે તપાસ કરવા છતાં કોપરનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી કંપનીના પ્રોપરાઇટર અમિત મેનીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં કરતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(4:55 pm IST)