Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :નવા 100 કેસ નોંધાયા:વધુ 86 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.036 થયો :કુલ 12.63.594 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 35.343 લોકો રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 693 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 100 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 86 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,63,594 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,036 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.08 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 36.343 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,70.94.154 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 693 એક્ટિવ કેસ છે.જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 688 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 100 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 37 કેસ, સુરત કોર્પોરેશનમાં 16 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 11 કેસ,સુરત અને વડોદરામાં 7-7 કેસ, મહેસાણામાં 5 કેસ,વલસાડમાં 4 કેસ, રાજકોટ અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ, આણંદ ,બનાસકાંઠા,ભરૂચ,ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર,ગાંધીનગર કોર્પોરેશન,ખેડા,નવસારી અને પાટણમાં 1-1 કેસ નોંધાયો છે

(7:42 pm IST)