Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સુરતમાં નકલી પોલીસ બની ડ્રગ્સ કેસમાં ફસાવવાના ઝાંસામાં લઇને એક મહિલાએ 70 હજાર પડાવી લીધા

મહિલા સહિત ત્રણ જણાએ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી ઘરમાં ઘૂસ્યા: ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 70 હજારનો તોડ કર્યો: મહિલાએ બદનામીના ડરથી દાગીના ગીરવે મૂકી રૂપિયા આપ્યા

સુરતના પાંડેસરા હાઉસીંગમાં રહેતા ઘરકામ કરી પરિવારનું ગુજરાત ચલાવતી મહિલાના ઘરે ગઈકાલે બપોરે ત્રાટકેલા મહિલા સહિત ત્રણ અજાણ્યાઓ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી કર્મચારી તરીકે ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 70 હજારનો તોડ કર્યો હતો. જોકે ટોળકી પૈસા લઈને ભાગવા જતા મહિલાને શંકા જતા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોએ ત્રણ પૈકી ડીસીપી તરીકે ઓળખ આપનાર મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી તેના બે સાગરીતોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે

પાંડેસરા હાઉસીંગ શિવનગર ખાતે રહેતા અલ્કાબેન પ્રહલાદ પાટીલ ગઈકાલે બપોરે તેની દીકરી સાથે ઘરે બેઠા હતા તે વખતે ઘરનો દરવાજો કોઈએ ખખડાવતા તેઓ ખોલવાની સાથે લોગોવાળુ ખાખી માસ્ક, કલરનું શર્ટ અને બ્લેક કલરની પેન્ટ પહેરીને આવેલ મહિલા સહિત ત્રણ અજાણ્યાઓ ધક્કો મારી અંદર ઘુસી ગયા હતા. મહિલાએ પોતાની ઓળખ હર્ષા ડી.સી.પી ક્રાઈમ છું અને અમે ત્રણેય ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી તમારા ઘરનું ચેકિંગ કરવાનું અલ્કાબેનએ સાનું ચેકિંગ કરવાનું છે તેવું પુછતા ગાળો આપી ઘરનું ચેકિંગ કરવા લાગી મોબાઈલમાં ફોટા પાડવા લાગ્યા હતા.

આ ટોળકીએ અલ્કાબેનને કહ્યું તમે અહીયા ડ્રગ્સનો ધંધો કરો છો ૩ લાખ રૂપિયા અપાવા પડશે નહીતર તમારા ઉપર અમે ડ્રગ્સનો ખોટો ધંધાઓ ચલાવો છો તેવો કેસ કરી જેલમાં પુરી દઈશું. અલ્કાબેનએ તેઓ કોઈ ધંધો કરતા નથી અમે બધા એક ઘરના સભ્યો છે શા માટે અમોને આ રીતે હૈરાન કરો છે ત્યારે હર્ષા તરીકે ઓળખ આપનાર મહિલાએ પૈસા તો તારે આપવા જ પડશે નહી તો પોલીસ કેસ થશે નીચે ગાડી ઉભી છે હોવાનું કહેલા તેઓ ગભરાય હતા અને ટોળકીને 70હજાર આપ્યા હતા.

ડ્રગ્સનો ખોટો કેસ કરવાની ધમકી આપતા અલ્કાબેન ગભરાય ગયા હતા. અને કબાટમાંથી 10 હજાર તેની દીકરી પાસેથી 10 હજાર મળી 20 હજાર આપ્યા હતા જયારે બાકીના 50 હજાર માટે તેઓએ પોતાના સોનાના ઘરેણા ઘર નજીક આવેલ ભામરે જવેલર્સ નામની દુકાનમાં જઈ ગીરવે મુકીને લાવી આપ્યા હતા. ટોળકી પૈસા લઈને ભાગવા જતા અલ્કાબેનને શંકા જતા બુમાબુમ કરતા આજુબાજુનો લોકો ભેગા થઈ હર્ષાને ઝડપીપાડી હતી જયારે તેના બે સાગરીતો ભાગી ગયો હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અલ્કાબેનની ફરિયાદ લઈ આરોપીઓની પુછપરછ કરતા મહિલા પાસે પોલીસ કાર્ડ માંગતા પોતે પોલીસમાં નહી હોવાનુ હ્યું હતું. મહિલાએ પોતાનું નામ હર્ષા ચોવટીયા અને તેના સાગરીતનું નામ લાલુ અને પાર્થ હોવાનુ જણાવ્યું હતું પોલીસે અલ્કાબેનની ફરિયાદ લઈ હર્ષાની ધરપકડ કરી તેના સાગરીતોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે

(8:31 pm IST)